શીક્ષણનું માધ્યમ: ગુજરાતી કે અંગ્રેજી?

અંગ્રેજી વિશ્વભાષા કહેવરાવવાની યોગ્યતા ધરાવે છે કે કેમ, એ બાબત બે મત હોઇ શકે, પણ ભારતમાં તે “અાગળ વધવાની ભાષા” તરીકે જનતા વડે તો સ્વિકૃત થઇ ચૂકી છે. અાગળ વધવામાં પૈસાનો ફાળો સારો એવો હોય છે. તેથી અંગ્રેજી પૈસા કમાવાની જાણે કે એક ટીકિટ બની ગઇ છે. ગમે તેટલું દુઃખ થતું હોય તો પણ અા ઘટના સમજી શકાય તેવી છે. અંગ્રેજી, કે બીજી કોઇ પણ ભાષા શીખવા સામે અાપણો વિરોધ ન જ હોવો જોઇએ. સવાલ એ છે કે અાપણા ભાષા અને સંસ્કારઘરની ચાવી તેના હાથમાં સોંપી દેવાનું યોગ્ય છે કે નહીં. ખુદ માતૃભાષા ગુજરાતી જ અંગ્રેજીમાં શીખવવાનું યોગ્ય લાગે છે ખરું? ન્યૂયોર્કમાં જ નહીં, પણ અમદાવાદમાં પણ, “વાળ” એટલે “હેર”, એમ બોલતાં જીભે લોચા નથી વળતા? વળવા જોઇએ ખરા?

જીવનનાં ચાર પ્રયોજનો, ધર્મ-અર્થ-કામ-મોક્ષમાંથી હવે માત્ર એક “અર્થ” જ બાકી રહેવા પામ્યું છે, ત્યાં જીવતર પાછળ બીજો કોઇ અર્થ પણ છે કે હોવો જોઇએ એમ અાપણને લાગે છે? જો તેનો જવાબ “ના” હોય, તો તો સઘળા શીક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોય તે નિર્વિવાદ છે. ધર્મ, સંસ્કાર, સંસ્કૃિત, રાષ્ટ્રગૌરવ, એ કશાની ય જો અાપણને પડી ન હોય, તો તો અંગ્રેજી માધ્યમ સામે અાપણને કંઇ વાંધો ન હોઇ શકે. અંગ્રેજી પ્રત્યેની અાપણી અાંધળી ભક્તિ અને દોટ, કદાચ અાપણાં ધર્મ, સંસ્કૃિત, ઇત્યાદિમાં ઘૂસેલા સડા, ભ્રષ્ટાચાર, તથા પાખંડ તરફની ભારેલી ઘૃણાની સલામત છટકબારી તો નથી ને!

One Response to “શીક્ષણનું માધ્યમ: ગુજરાતી કે અંગ્રેજી?”

  1. vkvora, Atheist, Rationalist Says:

    ધર્મ અને મોક્ષમાંથી બહાર નીકળવા માટે અંગ્રેજી માધ્યમ શ્રેષ્ઠ છે. ગુજરાતી કે દેશી ભાષા તો સતી પ્રથામાંથી ઉંચી નહીં આવે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s


Follow

Get every new post delivered to your Inbox.