ગુજરાત વિદ્યાપીઠનો જોડણીકોશ બહાર પડ્યો તે પહેલાં જોડણીના ક્ષેત્રમાં અરાજકતા જ હતી. એ કોશમાં શબ્દોના અર્થ પણ અાપેલા હોવાથી તે “સાર્થ” કે અર્થ સાથેનો કોશ કહેવાય છે. તેમાંની જોડણી શાસ્ત્રીય છે. પણ સરળ તો નથી જ. તેના જોડણીના કેટલાક નિયમો તો, સંપૂર્ણ અાદર સાથે, પણ હળવાશથી કહું તો, “અા ભાઇ સારા માણસ છે, સિવાય કે જ્યારે તેમ ન હોય” જેવા છે.
મહાત્મા ગાંધીજીએ તે માન્ય રાખીને સ્વેચ્છાએ, મનસ્વી રીતે કરાતી જોડણી બંધ કરાવી. પણ જેમને જોડણી અાવડતી નથી, અનેક પ્રયત્નો કરવા છતાં ય, તેવા મારા જેવા લોકો તો મહાત્માજીને માન અાપીને “અનિચ્છાપૂર્વક” પણ અરાજકતાભરી જોડણી જ કરે છે. અા બ્લૉગમાં હાલ પૂરતી તો અરાજક જોડણી જ રાખી છે, પણ તે લાંબા ગાળા માટે સ્વીકાર્ય નથી જ.
ઊંઝા જોડણી સુધારાની શરૂઅાત પોતાના ઘરથી કરે છે, અને ઊંઝામાંથી “ઉંઝા” કરે છે. તે માત્ર ઉ, અને ઇ જ વાપરે છે. બધા જ ઉ, એકે ય ઊ નહીં. તેથી વિપરીત, બધા જ દીર્ઘ ઈ, કોઇ હ્રસ્વ ઇ નહીં, એટલે કે પૂર્વનું “પુર્વ” થઇ જાય, અને દિનનું “દીન”. શરૂઅાતમાં રોજ દીન ઉગે એ વિચિત્ર લાગે, પણ ભાષા અાથમી જાય તેના કરતાં તો તે વધારે સારું છે. બધું જ જવા બેઠું હોય ત્યરે ડાહ્યો માણસ અર્ધું જવા દે છે (सर्वनाशे समुत्पन्ने अर्धं त्यजति पंडितः।)।
ઉંઝા જોડણી અામ તો જોડણી નહીં, પણ તેનો અભાવ છે. અરાજક જોડણીનું તે સોહામણું સ્વરૂપ છે. તેનાથી જોડણીનો પ્રશ્ન હલ નથી થતો, પણ ઢંકાઇ જાય છે.
મારું માનવું એમ છે કે સાર્થ જોડણી જ અધિકૃત ગણવી, અને સાહિત્યિક સામયિકો, ઇત્યાદિમાં તે વાપરવી. સંસ્કૃતના પ્રેમીઓ, ભાષાનો ઇતિહાસ, તથા પ્રણાલિકાના પુરસ્કર્તાઓને અવગણી ન જ શકાય.
અરાજકતાને બદલે ઉંઝા “જોડણી” વધારે સ્વીકાર્ય છે. રોજિંદા વ્યવહારમાં તે વાપરવી જોઇએ. “સાર્થ કે ઉંઝા?”ને બદલે “સાર્થ અને ઉંઝા” વધારે યોગ્ય લાગે છે. બંને પક્ષોને તેથી પાપવૃત્તિથી બચવાનો અવકાશ રહે છે. સાચી, શાસ્ત્રીય, જોડણી એક માત્ર સાર્થ જોડણી જ રહે છે, અને ઉંઝાના વિરોધનું કોઇ કારણ રહેતું નથી. ભવિષ્યમાં કદાચ એમ પણ બને કે વધુ ને વધુ સામયિકો, વર્તમાનપત્રો, અને લેખકો ઉંઝા જોડણી તરફ વળી જાય. તે છતાં પણ, સાર્થ જોડણી જ ગુજરાતીની એકમેવ સર્વમાન્ય, અધિકૃત જોડણી ગણાય.
અા પ્રશ્ને વાચકોને શાંતિપૂર્વક પોતાનાં મંતવ્યો વ્યક્ત કરવા અામંત્રણ છે.
August 16, 2009 at 5:11 pm |
શાંતિપૂર્વક પોતાનાં મંતવ્યો વ્યક્ત કરવા અામંત્રણ છે.
ShantiPurvak- word made me laugh
August 16, 2009 at 9:15 pm |
“ShantiPurvak- word made me laugh”
હસતાં હસતાં જ ચર્ચા કરવાની મજા અાવે. ઝઘડા કરીને અાપણે પોતાને સાચા, અને બીજાં બધાંને ખોટાં સાબિત કરવા મથીએ, અને તે પરિસ્થિતિ કદાચ સાચી પણ હોય. વાસ્તવિકતામાં જવલ્લે જ એમ બને છે.
જૈનોનાં પર્યૂષણ અાજે શરુ થાય છે (હા, હા, ભાઇ! બધ્ધા જ જૈનોનાં તો નહીંસ્તો), એટલે ભગવાન મહાવીરના અનેકાન્તવાદને યાદ કરું: સત્ય પણ સાપેક્ષ છે. દૃષ્ટિભેદ પ્રમાણે સત્ય અવનવા સ્વરૂપે દેખાય છે. સત્ય ઉપર કોઇનો ઇજારો નથી.
ગાંધીજી કહેતા (તમારા લેખ “વિવેકાનંદ કહી ગયા છે…”ને યાદ કરીને લખું છું): તમે જો સાચા હો તમારે ગુસ્સે થવાની જરૂર નથી. અને જો ખોટા હો તો તમને તે પરવડે તેમ નથી.
August 18, 2009 at 2:28 pm |
“ઠાવકાઇથી” કેમ લાગે છે ?
August 18, 2009 at 4:29 pm
અાનો સંદર્ભ શેની સાથે છે? ફરીથી પોસ્ટ કરો તો સારું.
August 19, 2009 at 2:41 am
“ShantiPurvak- word made me laugh” ના સંદર્ભે.
જે રીતે કોમેન્ટો ગોઠવાય છે તેથી ખ્યાલ આવે છે કે શું શેના ઉપર કોમેન્ટ કરેલું છે.
August 16, 2009 at 5:54 pm |
વહાલા ડૉ. ભરતભાઈ,
સૌ પ્રથમ તો તમારા બ્લોગનું દીલી સ્વાગત અને તેણે ભાષાશુદ્ધી અને ભાષાસુધાર માટે ભરેલા આ કદમને તો ઉષ્માપુર્ણ સલામ..
સૌ ભાષાચાહકો પોતાના મંતવ્યો સ્વસ્થતાથી અને સૌજન્યભરી રીતે અહીં મુકે.. પોતાની શંકા અને સવાલોય મુકે. ઉત્તરોય મેળવે. સૌને અસંમત થવાની પુરી આઝાદી.. પણ જુદી વાત કરનારાઓના મતને આદર–સલામ મળે તો કેટલું સારું ! આપણ સૌ પુરી સજ્જતાથી અહીં ઉપસ્થીત થઈએ. એકબીજાને સમજવાની કોશીષ તો કરીએ !
ફરી આપને ધન્યવાદ અને બ્લોગનું સ્વાગત છે..
..ઉત્તમ અને મધુ ગજ્જર..સુરત.. uttamgajjar@hotmail.com
આરંભે શ્રી. રામજીભાઈની મંજુરીની અપેક્ષાએ એમનું નીચેનું કથન અહીં મુકું છું–
‘ઉંઝાજોડણી : વૈકલ્પીક જોડણીવ્યવસ્થા’
‘જોડણીસુધારનું પહેલું પગલું’ પુસ્તકના પ્રકાશન બાદ ફેરવાદીઓના વલણમાં એક નોંધપાત્ર ફેરફાર એ આવ્યો કે વીદ્યાપીઠીયા જોડણીને ખોટી કહેવાનું એમણે બંધ કર્યું છે.
અર્થાત્ ‘વીદ્યાપીઠીય જોડણી’ની માન્યતા ભલે ચાલુ રહે; પરંતુ એ સાથે ‘ઉંઝાજોડણી’ને પણ સહમાન્યતા મળવી જોઈએ.
ચા પીનારા ભલે ચા પીધે રાખે; પરંતુ ચાને બદલે કૉફી પસંદ કરનારાઓને કૉફી પણ મળવી જોઈએ. આ ન્યાયી માગણી જેટલી મોડી સ્વીકારાશે એટલું ચાવાળાઓને પણ નુકસાન ગણાશે; કેમ કે કૉફીનો વીકલ્પ ન આપીને ગમે તેવી ચા લાંબો સમય ટકી શકશે નહીં. ગુણવત્તાની કસોટી, વીકલ્પ વીના ભાગ્યે જ થાય. એ એક પ્રકારની ઈજારાશાહી બની રહે, જે સત્તા પર ભાર આપી, જનતાને–ભાષકોને ગૌણ ગણે છે.
‘નયામાર્ગ’ના તા. ૧ ડીસેમ્બર ૨૦૦૩ની ‘ભાષાવીચારપુર્તી’ના પાન ક્રમાંક બાવીસ પરથી સાભાર..
લેખક: રામજીભાઈ પટેલ, e-Mail- ramsarojpatel@gmail.com
5–જલદીપ સોસાયટી–5, ઘુમા, અમદાવાદ–380 058 ફોનઃ 94292 02166
August 16, 2009 at 9:21 pm |
અાભાર.
અત્યારે હું “ફેરવાદીઓ”, “વીદ્યાપીઠીયા”, “ચા-વાળા”, ઇત્યાદિ વર્ગીકરણોથી દૂર રહેવાનું પસંદ કરીશ.
જોડણીની ઉંઝા પધ્ધતિ અંગે કોઇ વધારે વિગતો અાપશે તો તે પણ અત્રે ચર્ચી શકાશે.
August 16, 2009 at 6:37 pm |
ઉંઝાનો પ્રસ્તાવ પહેલી વાર મે જ્યારે જોયો ત્યારે મારી પણ પરીવર્તન સામેના વીરોધની સાહજીક વ્રુત્તી જાગી ઉઠેલી
. પણ પછી મે ઉંઝા જોડણી સ્વીકારી, મુખ્યત્વે બે કારણોસર:
૧) બોલવામા આપણે “દીન” અને “દિન” વચ્ચે કશો ફરક રાખતા નથી. “મારા પીતા ચા પીતા-પીતા છાપું વાંચે”, એ આપણે બોલીએ ત્યારે “પીતા” અને “પિતા” વચ્ચે કશો ઉચ્ચાર ફરક હોતો નથી. તો લખવામાં શા માટે?
૨) સાર્થ મુજબ મે મારો બ્લોગ લખ્યો હોત, તો મને ક્યારેય વીશ્વાસ ના રહેત કે બધી જ જોડણીઓ સાચી છે. પરીણામે કદાચ બ્લોગ લખવાનું છોડી પણ દીધું હોત.
ઉંઝામા પણ નીયમો તો છે જ, માત્ર સરળ નીયમો છે. મારા મંતવ્ય મુજબ એટલે જ એ આવકાર્ય છે.
August 16, 2009 at 11:32 pm |
મેહુલભાઇ,
સૌની જાણ માટે ઉંઝા જોડણી વ્યવસ્થાના બીજા નિયમો તમે કે અન્ય કોઇ જણાવશેા?
A general comment. Please do not shy away if you are not a scholar, or a literary giant. We are talking about people’s language. Also, it is OK to write in English. It is not impossible for someone to love Gujarati language, and yet, be unable to express oneself adequately in it.
August 16, 2009 at 9:25 pm |
સાર્થ જ સાચી અને શાસ્ત્રીય જોડણી છે એમ શું એટલા માટે કહેવામાં આવે છે કે સંસ્કૃત એની જનની છે? દીકરી મોટી થતાં એનામાં પોતાના જે સંસ્કારો વીકસે એનો શું અનાદર જ કરવો જોઈએ?
August 16, 2009 at 10:28 pm |
કોઈ પણ ચીજ શાશ્વત હોતી નથી. જેમને ગુજરાતી ભાષાના આદ્ય પ્રણેતા કહેવામાં આવે છે તે આદરણીય હેમચંદ્રાચાર્યના ગ્રંથમાંની ભાષાનો એક ટુકડો જોવા મળ્યો , અને મને ખાસ કાંઈ સમજ ન પડી. એ ગુજરાતીની જનેતી ‘અપભ્રંષ’ ભાષા હતી.
ભાષાનું બંધારણ , જોડણી, વ્યાકરણ વી. સગવડ માટેનાં સાધનો માત્ર છે. એક પધ્ધતી છે.એ સાહીત્યનો પ્રાણ નથી. પ્રાણ તો વીચાર. વીગત, ચીંતન અને ભાવ છે. પધ્ધ્તીમાં સમયાનુસાર ફેરફાર થાય તેમાં મને કાંઈ અયોગ્ય લાગતું નથી.
દા.ત.
1) ઉપરના લેખનું લખાણ અને આ ટીપ્પણીનું લખાણ રોમન લીપી વાપરીને અનુક્રમે લેખકે અને મેં કર્યાં છે.
2) મારી દીકરીનો દીકરો ( અમેરીકામાં) રવીવારે સ્વાધ્યાયમાં જાય છે ત્યારે, તેને ગીતાના શ્લોક રોમન લીપીમાં ટાઈપ કરીને આપવામાં આવે છે. મને તે વાંચતા બહુ જ કષ્ટ થાય છે. પણ નવ વરસક્નો એ બાળક કોઈ તકલીફ વગર તે વાંચી શકે છે.
3) કોમ્યુટરની શરુઆત વખતે DOS ભાષા વપરાતી હતી, જે વાપરવામાં બહુ જ તકનીકી જ્ઞાનની જરુર પડતી હતી. હવે તો એમાં ધરમુળથી સુધારા થયા અને સામાન્ય માણસ માટે ઘણી અનુકુળતા થઈ ગઈ.
આ જ રીતે ગુજરાતી લખાણમાં એકવાક્યતા લાવવામાં આવે તો ઘણી શીસ્ત આવે જ. ગમો, અણગમો એ શરુઆતની મુશ્કેલીઓ છે. મને પણ ઉંઝા અપનાવતી વખતે એ નડેલાં.
પણ એ અણગમો અતીક્રમી શકાય તેવો છે. જો સીધ્ધ લેખકોથી માંડીને ત્રીજા/ ચોથા ધોરણમાં ભણતું બાળક એક સરખી રીતે લખી શકે તો તે ભાષા-શીક્ષણ અને વ્યાપ માટે આશીર્વાદરુપ ફેરફાર છે; એમ મારું માનવું છે.
ખાસ કરીને નેટ જગત , જ્યાં પ્રુફરીડરોની સેવા વગર અને સ્પેલચેકરની સવલત વાપરવાની શીસ્ત અને તકલીફ લેવા વ્યસ્ત બ્લોગર સક્ષમ નથી કે તેની વૃત્તી નથી; તેને માટે તો જોડણીનો આ સુધારો બહુ જ આવકાર્ય છે.
જે લોકો કોઈ ભુલ વગર સ્વાભાવીક રીતે સાર્થ જોડણીકોશ પ્રમાણે લખી શકતા હોય, તે ભલે એમ લખે. પણ મારા જેવા કે જેણે આખી જીંદગી કેવળ અંગ્રેજી જ વાપરી હોય, તેમને માટે આ સુધારો બહુજ જરુરી છે, એમ હું બે વર્ષના અનુભવે કહું તો એથી કોઈ માઠું ન લગાડે.
August 16, 2009 at 11:41 pm |
We will discuss the role of transliteration (writing Gujarati/Hindi/Sanskrit works in English alphabet, and vice versa) at some future date. For now, it is a double whammy. English is not a phonetic language. Look at the sound of “U” in But, Put, Laugh, Busy, etc. Mandarin Chinese also uses English Pin Yin. I wish they had used the Devanagari script. I have published Crash Courses to learn the Devanagari and Gujarati Scripts (about 20 pages each). Interested parties can search on amazon.com under “learn Gujarati’ and “Devanagari Script”.
August 17, 2009 at 4:26 am |
વહાલા ભરતભાઈ,
‘ઉંઝાજોડણી’માં બીજા કોઈ નીયમ છે જ નહીં..! તે ૯૮ ટકા ‘સાર્થજોડણી’ જ છે.. માત્ર બે ટકાનો ફેર એટલા માટે કે તેમાં હ્રસ્વ ‘ઇ – િ’ ન લખાય અને દીર્ઘ ‘ઊ – ૂ’ ન લખાય. તેના બે ટકા ઓછા..
બસ, આ સીવાય બીજો કોઈ જ નીયમ નથી કે ‘સાર્થજોડણી’ના અન્ય કોઈ નીયમોમાં સુધારો કરવાનું જાન્યુઆરી ૧૯૯૯માં મહેસાણાના ઉંઝા નગરમાં મળેલા ત્રણસો જેટલા ગુજરાતીના ચાહકો, ભાષાવીજ્ઞાનીઓ, તંત્રીઓ–સંપાદકો, આચાર્યો–અધ્યાપકો, લેખકો–કવીઓની મળેલી ‘ઉંઝા જોડણી પરીષદે’ લાગટ બે દીવસની વીદ્વત્તાપુર્ણ અને રસીક ચર્ચા બાદ મુનાસીબ માન્યું નથી કે ઠરાવ્યું નથી.
હા, એક વાત છે કે કેટલાય મીત્રોને એમ લાગે છે કે આ એક માત્ર સુધારાથી કામ ન ચાલે. હજી ઘણા સુધારા કરવા જેવા છે. અને એવા મીત્રો પોતાનાં લખાણમાં પોતે ઈષ્ટ અને કરવા જેવા માનેલા કેટલાક સુધારા વાપરીને લખે છે. અને એમાં કશું ખોટું યે નથી. આવું પ્રાયોગીક ધોરણે, વ્યક્તીગત રીતે કોઈકે તો કરવું જ પડે અને તો જ સમજાય કે એવા વધારાના સુધારા કેટલા ઉપયોગી છે.
હવે બીજી જોડણી પરીષદ મળે ત્યારે તે સઘળા સુધારાઓ વીશે નીશ્ચયાત્મક વીચારણા થશે એમ માનું. પ્રથમ જોડણી પરીષદે તે વેળા આ એક જ નીયમ જો સ્વીકારાય તો લખાણની ૪૦ – ૫૦ ટકા વીટંબણા–અવઢવ ટળે એમ માનેલું.. વળી, આ એક ‘ઈ–ઉ’ના સુધારાને, વીકસેલા ‘ભાષાવીજ્ઞાન’નો જબરદસ્ત સમર્થન હતું.
વાત જરા લાંબી થાય છે, પણ એક ‘ઈ–ઉ’ની બાબતે તે વૈજ્ઞાનીક હોવાની વાત કેટલી બધી સાચી છે! છેલ્લાં સો વરસમાં દેશના અને વીદેશના સૌ ભાષાવૈજ્ઞાનીકોએ સીદ્ધ કરી બતાડ્યું કે ગુજરાતી જબાન પર હવે બબ્બે ‘ઈ–ઉ’ છે જ નહીં. એક જ બોલાય છે. રહી રહીને વ્યાકરણકારોએ અને બધાએ તે સ્વીકાર્યું અને શાળાઓમાં ભણાવવાનું શરુ યે થયું કે ‘ગુજરાતીમાં, બોલાશમાં બબ્બે ઈ–ઉ નથી; પણ આપણે લખવામાં બબ્બે ‘ઈ–ઉ’નો આગ્રહ રાખીએ છીએ.’
(જુઓ, ધોરણ આઠનું ગુજરાતી વ્યાકરણનું પાનું ૬૫).
હવે આવાં વૈજ્ઞાનીક સંશોધનનો અમલ કરવા જતાં લખાણ સરળ બને છે તે તો એની સાઈડ ઈફેક્ટ છે. વૈજ્ઞાનીકતા સીદ્ધ કરવા જતાં ખોળામાં આવી પડતી બાય પ્રોડક્ટ છે. કેવળ લખાણ સરળ કરવાની આ ઝુંબેશ નથી; ભાષાવીજ્ઞાને આપેલા સંશોધનને અમલમાં મુકવાની વાત છે. કેટલાક અસંમત રહેલા વીદ્વાનોની દલીલ કે, આ ચળવળ માત્ર શીક્ષકો અને વીદ્યાર્થીઓનો બોજો હળવો કરવા માટે જ છે, તે જરાયે સાચી નથી. તેની સાબીતી રુપે નીચે બે અવતરણો ટાંકું છું.
૧. અર્વાચીન ગુજરાતી ઈકાર-ઉકારનાં ઉચ્ચારણ અને જોડણી
–હરિવલ્લભ ભાયાણી
માત્ર વાતચીત અને ધારણામાં જ અસ્તિત્વ ધરાવતી ભેંસના દૂધની વહેંચણી વિશે,જાણે કે ખરેખર દૂધની વહેંચણી કરવાની હોય એટલા જ જોરશોરથી ઝઘડો થઈ શકતો હોવાનું જે ટુચકો નોંધે છે, તેવું જ કાંઈક ગુજરાતી જોડણીના ઘણાખરા ચર્ચાસ્પદ મુદ્દાઓ બાબત – અને ખાસ કરીને તેમાં મૂર્ધન્ય સ્થાન ભોગવતી ઈ-ઉની જોડણી બાબત બનેલું છે. હ્રસ્વ-દીર્ઘના નિયમો, પેટાનિયમો અને ઉપ-પેટાનિયમો, અપવાદો અને પ્રતિઅપવાદો તથા તેમને લગતી ચર્ચાચર્ચીનું સાહીત્ય અને શાખાપ્રશાખા ને અગણિત વડવાઈઓના વિકટ વિસ્તારવાળા વટરાજનો ખ્યાલ આપે છે; અને એમાં ખુબી પાછી એ છે કે આ વટરાજને મૂળ છે ખરાં, કે તે એક કલ્પનાનું ભૂત છે, તેની બહુ તપાસ કરવાની કોઈએ ઝાઝી પરવા નથી કરી. તત્ત્વબોધ થાય ત્યારે જે આનંદ થતો હોય છે તે, પણ વાદચર્ચાનો પોતાનો આગવો શુદ્ધ આનંદ માણવાની ગૂઢ વૃત્તિથી પ્રેરાઈને આ ચર્ચાઓ થઈ હોવાની આપણને શંકા જાય છે. કારણ, જેની પાસે ધ્વનિપારખુ દૃષ્ટિ છે, અને આપણા સ્વરોના ઇતિહાસનું આછુંપાતળું પણ જ્ઞાન છે તે તો તરત જોઈ શકે તેમ છે કે અાર્વાચીન ગુજરાતી ઉચ્ચારણમાં ઈ, ઉ વગેરે સ્વરોની હ્રસ્વતા-દીર્ઘતા વચ્ચેનું ભેદભાન જ નષ્ટ થયેલું છે.
2. કેટલીક ભારતીય ભાષાઓ અને ભારતીય સાહિત્યનો વર્ષોથી અભ્યાસ કરી રહેલા બે પ્રતિષ્ઠીત વિદ્વાનોનો આ વિષેનો અભિપ્રાય આ પ્રમાણે છે :
1. “As in Bengali, and perhaps in Gujarati, there is in spoken Nepali no longer any distinction of quantity or quality between long i and short i, of long u and short u. i represents equally Sk. i, i before two or more consonants and i. So too with u… There is in consequence, as in Bengali and Gujarati much hesitation in the use of the long and short forms in writing… And since there is no distinction in pronunciation I have uniformly used the short form.
The general adoption of the system of spelling advocated in this dictionary, would without any violent break with the tradition give Nepali a practical and phonetic system of spelling and would lessen the difficulties of teaching children and others to read and write.”
(આર. એલ. ટર્નલ, નેપાલી ડિક્સનરી, ભૂમિકા)
નેપાળીને ઉદ્દેશીને કહેવાયેલાં આ વચનો ગુજરાતીને પણ બરાબર લાગુ પડે છે.
પ્રસીદ્ધ ભાષાવીજ્ઞાની ડૉ. ભાયાણી સાહેબે લખેલા એમના ‘વાગ્–વ્યાપાર’ ગ્રંથ(૧૯૪૨)માંથી સાભાર.
..ઉત્તમ અને મધુ ગજ્જર..સુરત..
August 18, 2009 at 3:50 pm |
અાદરણીય ઉત્તમભાઇ, તમારો ખુબ ખુબ અાભાર.
ગુજરાતી જોડણીના પ્રશ્નની રૂપરેખા મારા મનમાં ઉપસતી જાય છે. તેનો સાર અા છે: સાર્થ જોડણીકોશની જોડણી સત્તાવાર (official) ગણાવી જોઇએ. તેની ખામીઓ શોધીને તેની નાલેશી કરવાને બદલે તેમાં જે ભૂલો લાગે તે દર્શાવી તે સુધારવામાં સહકાર અાપવો જોઇએ. વિદ્યાપીઠે ઉંઝા પદ્ધતિનો વિરોધ કરવાનું કોઇ કારણ નથી, સિવાય કે તેને ભૂલોથી પર હોવાનું વરદાન મળ્યું હોય.
ઉંઝા પદ્ધતિ (હું જાણી જોઇને “જોડણી”ને બદલે “પદ્ધતિ” શબ્દ વાપરું છું) સર્વગ્રાહી, સંપૂર્ણ (Comprehensive, Total) નથી. તેથી તે સાર્થ જોડણીને બદલે તે ન જ ચાલી શકે. ભવિષ્યમાં તે સાર્થ જોડણીનો ભાગ પણ બની શકે. ઉંઝા પદ્ધતિના ફાયદા સ્પષ્ટ દેખાય છે. એક તો તે અાપણને વળગેલાં જડતાનાં જાળાં તોડવા મથે છે, કે જે કોઇ પણ ભાષાના લાભમાં છે. પૂ. મહાત્મા ગાંધીજીની, મનસ્વીપણે જોડણી ન કરવાની અાજ્ઞાનું (મારી (દૃષ્ટિએ) ઉચિત અર્થઘટન કરીને એક મહત્વનું, પ્રતિકારાત્મક નહીં પણ પ્રતીકાત્મક પગલું ભરે છે, જે અાવકાર્ય છે. “ઉંઝા”ને બદલે તેને “ઉર્જા” કહેવાનું મન થાય છે.
ત્રીજું, મારા જેવા, કે જેમને સાર્થ જોડણી બરોબર નથી અાવડતી, તેમને તે અરાજકતામાંથી જ નહીં, પણ ગુનાહીત લાગણીથી બચાવી લે છે, અને લેખ શરુ કરતાં જ ડરાવતા જોડણીના હાઉથી રક્ષે છે. અમને ન્યૂયોર્કવાળાઓને તો ફ્લોરીડાથી પાછા વળવા ગાડી શરુ કરતાં, પહેલો વિચાર તો “ઘરે પહોંચીએ ત્યારે પાર્કિંગ મળશે કે કેમ” તેનો જ અાવે!
ઉંઝા પદ્ધતિ ધરાર અપનાવી લેવામાં મને જે દ્વિધા (કે “બહુ-ધા”) નડે છે તે અા છે: “ધાર્મિક’, ઇત્યાદિમાં હ્રસ્વ “ઇ” છે, “રાજકીય”માં દીર્ઘ “ઈ” છે, “ગૂંજાઇસ”માં દીર્ઘ “ઊ” છે, તે મને ખબર છે. વળી, “નીતિ, નલિની” લખતાં મને અાવડે છે. અા બધું સહેલાઇથી અવગણી શકાતું નથી. મને સંસ્કૃતમાં પણ રસ છે, અને તે વધારે ભણવાની ઇચ્છા પણ છે. એટલે મારાથી સાર્થ જોડણીનો ત્યાગ તો ન જ થઇ શકે. શું ઉંઝા પદ્ધતિ મારી નબળાઇઓને છાવરી લઇને મારી જાતને સુધારવાની ધગશ ઉપર પાણી નથી ફેરવતી?
અલબત્ત, મને સાચી લાગતી જોડણી સાચી ન પણ હોય. છતાં ય અંગત રીતે તો મને અાવડતી જોડણી સાર્થ પ્રમાણે કરવી, અને બાકીની ઉંઝા પદ્ધતિથી કરવી, તે મધ્યમ માર્ગ મને મારા માટે તો વધારે સ્વીકાર્ય લાગે છે. સાચો સમન્વય મને એમાં દેખાય છે. તમે કે અન્ય વાંચકો કંઇ રસ્તો સૂઝાડશો? સૌની સલાહ માંગું છું: शाधि मां त्वां प्रपन्नम् । (તમારે અાશ્રયે અાવેલા મને બોધ અાપો -ગીતા).
August 17, 2009 at 12:15 pm |
જોડણીમાં રસ ધરાવતી વ્યક્તીઓને નીચે દર્શાવેલ લેખમાં રસ પડશે.
http://epaper.indianexpress.com/IE/IEH/2009/08/17/ArticleHtmls/17_08_2009_603_010.shtml?Mode=1
August 18, 2009 at 12:22 pm |
શીક્ષણ સરકાર-નીયંત્રીત હોવાને કારણે ખપપુરતા અક્ષરોથી લખાતી ગુજરાતી ઉપયોગમાં લેવાતી નથી.
ગુજરાતી ભાષા નીશાળ-લેવલનું શીક્ષણ સંભાળી લેવા સક્ષમ છે, પણ તે માટે ઉપયોગી ચોપડીઓ માટે ગુજરાતી સમાજ હજુ સરકારી તંત્રનો ઓશીયાળો જ રહ્યો છે.
નીશાળ લેવલના શીક્ષણને ભણેલો, અને શહેરી વીસ્તારોમાં રહેતો ગુજરાતી સમાજ, જો સરકારની પકડમાંથી છોડાવી લે, તો ભણેલાઓમાંના ઘણા અગત્યના વીષયોની બાળકો અને ટીન-એજરો માટેની ચોપડીઓ લખવા ઉત્સાહીત થાય.
તેમ થાય તો બ્લોગરોને જે વાત સમજતાં વાર ન લાગી તે વાત આ ચોપડીઓ લખનારાઓને પણ તરત સમજાઇ જાય.
બ્લોગરોમાંથી ઘણા ગુજરાતી છોકરાંઓ પણ ગણીત, ફીજીક્સ, કેમીસ્ટ્રી, ભુગોળ સારી રીતે સમજી શકે તેવાં લખાણો તેમના બ્લોગો ઉપર લખતા થાય.
August 18, 2009 at 1:55 pm |
ગુજરાતી ભાષા નીશાળ-લેવલનું શીક્ષણ સંભાળી લેવા સક્ષમ છે:
ભાષાની વ્યાખ્યા જ એ છે કે જે માનવ જાતની બધી જ ઉર્મીઓ, સ્વપ્નાં, અને વિચારો વ્યક્ત કરી શકે. કદાચ દયાશંકરભાઇ ગુજરાતી માધ્યમની વાત કરી રહ્યા છે. હું પોતે ગુજરાતી માધ્યમમાં ભણેલો છું, અને કૉલેજમાં એકાએક અંગ્રેજી માધ્યમ અાવી જતાં પડેલી અતિકષ્ટદાયક મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી પણ, મને તેનો લેશ માત્ર રંજ નથી.
સરકારી કાબુ:
અા બાબત હું બીજા વાંચકોના અભિપ્રાયની રાહ જોઇશ. મને અા મુદ્દો સ્પષ્ટ રીતે સમજાયો નથી. સરકાર જ્યારે અાપણા હીતમાં ન વર્તે, તો પછી એ અાપણી શી રીતે કહેવાય? ગાંધીજીના વારસોને અા સમજાવવું ન પડે. અાપણે ધાર્મિક શીક્ષણ અાપવા માટે ખાનગી ખર્ચે પાઠશાળાઓ ચલાવીએ છીએ, નૃત્ય અને સંગીત બાળકોને શીખવાડીએ છીએ, તો પછી મુંબઇમાં ગુજરાતી કેમ ન શીખવી શકીએ? અમદાવાદમાં તો શાળામાં બીજા, ત્રીજા, કે ચોથા વિષય તરીકે પણ ગુજરાતી શીખવાડાય છે, પણ મુંબઇમાં તો મરાઠીનું પ્રાધાન્ય છે. મરાઠીમાં ઉત્તમ સાહિત્ય છે, અને તે વાંચવા જેવું છે. તે શીખીને અાપણાં બાળકો મરાઠીમાં જ, મહારાષ્ટ્રમાં પ્રચલિત ગુજરાત અને અન્ય પ્રાંતો (અને દેશો પણ) તરફના દ્વેષ વિરુદ્ધ લેખો લખશે, તો મને અાનંદ થશે.
August 18, 2009 at 2:24 pm
બાળક એસએસસી કે એચએસસીની પરીક્ષામાં તો જ બેસી શકે જો સરકાર માન્ય નીશાળનો હેડમાસ્તર છોકરું 10 કે 12 વરસ સરકાર માન્ય નીશાળમાં ભણ્યું છે તેવું સર્ટીફીકેટ આપે. નીશાળને માન્ય કરાવવા સારુ લાંચ-રુશ્વત લેવાય છે તે વાત જાણીતી છે, અને ગયા ફેબ્રુઆરીમાં ગુજરાતની એક યુનીવરસીટીના વાઇસચાન્સલરે હાલની ગુજરાત સરકારે લાંચ-રુશ્વત લઇને અંગ્રેજી માધ્યમની નીશાળોને માન્યતા આપી છે તેમ મને લખ્યું છે.
નીશાળમાં શું ભણાવવું તે સરકાર નક્કી કરે છે. 1995 ના અરસામાં ગુજરાત સરકારે દસમામાંથી ભુગોળને કાઢી નાખી અને તેને ઠેકાણે સોસીયલ ચેન્જ નામધારી વીષયને દાખલ કર્યો. ભણેલાં માબાપોના હાથમાં તેમનાં પોતાનાં છોકરાંવનું ભણતર હોય તો ભુગોળ જેવા વીષયને પડતો ન મુકે.
પાઠશાળાઓની બાબતે દાન આપનારાંઓનાં છોકરાંઓ તેમાં ભણવા જતાં હોય તેવું જાણ્યું નથી.
સરકારી કાબુ અંગે મારા વેબ-પાનાને વાંચવા વીનંતી.
August 18, 2009 at 4:31 pm
Please edit your published comment, and give the URL of your website and / or blog. Then post it again. Thanks.
August 19, 2009 at 2:46 am
“Please edit your published comment, and give the URL of your website and / or blog. Then post it again.”
એ જો મને લાગુ પડતું હોય, અને એડીટ કરવાની જરુરત તમે “give the URL of your website” લખી જણાવતા હોવ તો મારા નામ દયાશંકર મોહનલાલ જોશી ઉપર માઉસ લઇ જઇ ક્લીક કરો.
August 19, 2009 at 9:46 am
Thanks.
August 21, 2009 at 3:43 am
ભરતભાઇ,
નીચેની સહી તમારી છે તેમ ધારી લઉં છું.
1802. BHARAT SHAH VERY IMPRTANT AND NECESSARY TO IMPLEMENT INDIA
ખુબખુબ આભાર, સહી મુકવા માટે.
પીટીશનની વેબસાઇટ petitiononline.com પીટીશન મુકનારને સહી કરનારનું અી-મેઇલ એડ્રેસ બતાવતી નથી, તેથી કોઇએ જુદો મત મુક્યો હોય તો તેવાની સાથે પીટીશન મુકનાર આગળ ચર્ચા નથી કરી શકતો.
આ પીટીશન ઓનલાઇન સતાવીસમા મહીનામાં છે. આ મુદ્દો ગુજરાતનાં અંગરેજી તેમજ ગુજરાતી છાપઅંઓમાં 1988 થી લખતો આવ્યો છું, જ્યારે મારે મારા દીકરાને ગુંડાગીરી કરી વીદ્યાર્થીઓને અને માપાપોને વરસના દસ હજાર રુપીયાનું પોતાનું ખાનગી ટ્યુશન પકડાવતા સુરતની સેન્ટ્રલ સ્કુલના માસ્તરથી છોડાવવા સ્કુલમાંથી અગીયારમાંના બીજા મહીને ઉઠાડી લેવો પડેલ. ગુજરાત બોર્ડની નીશાળોના માસ્તરો ચોખ્ખા છે તેમ પણ નથી. અને માસ્તરોને નોકરી મેળવવા લાંચો આપવી પડે છે તે પણ હકીકત છે.
પીટીશનમાં માગેલો ફેરફાર પીટીશન કે તેના ઉપરની સહીઓથી આવશે તેમ મુદ્દલ માનતો નથી. જો આવશે તો તો આવશે કે ઇંડીયાનાં ભણેલાં માબાપો અને તેમનાં માબાપો આ મુદ્દે સક્રીય બને. પાંચ વાલીઓ ભેગા થઇ હાઇકોર્ટમાં પબ્લીક ઇંટરેસ્ટ પીટીશન કરે તો જજ રેગ્યલેશનને તરત કઢાવી નાખે. સુરતની સેન્ટ્રલ સ્કુલના માસ્તર સામે સંગઠીત થવા સાતેક માબાપોનાં બારણાં ઠોકેલાં. બધાં માબાપોને ઇંડીયાનાં સુપર-એજ્યકેટેડ માબાપો ગણાવી શકાય. કોઇ મારા ભેગા હેડમાસ્તર પાસે આવવા તૈયાર નો’તા. બધું લખીને હેડમાસ્તરને આપ્યું તો તે કહે કે આટલાથી નહીં ચાલે. ગુંડો માસ્તર સેન્ટ્રલ સ્કુલના ગાંધીનગરમાં બેઠેલ એરીયા-કમીશનરને હપ્તા ચુકવે છે.
તમારા આ બ્લોગના વીષય સાથે મારી આ વાતનો કોઇ મેળ નથી સીવાય કે જો પીટીશન બર આવે તો એક અી/અુ થી લખાતી ગુજરાતીને એક વધારાનું પીઠબળ મળે.
August 21, 2009 at 7:44 am
એ સહી મારી નથી. હું ગુજરાતીમાં ડૉ, ભરત શાં. શાહ (ગ્રેટ નૅક, ન્યૂ યોર્ક), અને અંગ્રેજીમાં “Bharat S. Shah, M.D.” એ મુજબ સહી કરું છું. સારા, ખોટા, અને એ બંનેની વચ્ચેના એવા સેઁકડો ભરત શાહ છે તેથી. તમારી લડત માટે અભિનંદન, અને શુભેચ્છાઓ. તમારી છેલ્લી લાઇનમાં લખેલી વાત બરોબર છે. ભાષા સુધારવાની વાત, જીવન સુધારણાથી અલગ બહુ લાંબો સમય ન જ રહી શકે, તેથી હું અા કાઢી નથી નાખતો. વાંચકોને દયારામભાઇના અા મુદ્દા ઉપરની ચર્ચા અા બ્લૅગમાં અાગળ ન ધપાવવા વિનંતિ છે.
August 21, 2009 at 8:03 am
Thanks for clarifying.
Hope you will find time to read the petition and if find it relevant will get your email contacts to read it.
August 20, 2009 at 3:12 am
“જે માનવ જાતની બધી જ ઉર્મીઓ, સ્વપ્નાં, અને વિચારો વ્યક્ત કરી શકે” તે ભાષાની વ્યાખ્યા ભલે હોય, લખાતી ભાષાની સર્વપ્રથમ રેલેવન્સ છે બોલાતું સાંભળી ઉછરતાં છોકરાંવ બીજાની મદદ વગર લખેલું વાંચી મોટાભાગનું જીવનોપયોગી જ્ઞાન જાતે મેળવતાં થાય.
આમ જનતા માટે ગુજરાતી લખાતી થઇ તેની પાછળ આમ જનતા માટે અક્ષરજ્ઞાન અને તેથી હાંસલ કરી શકાતું જ્ઞાન કારણ હતાં.
તેથી જ્યારે લખાતી ભાષા ગુંચવાડાભરી છે કે કેમ તેનું નીદાન તે “ઉર્મીઓ, સ્વપ્નાં, અને વિચારો વ્યક્ત કરી શકે” છે કે નહીં તેથી નહીં પણ ઉછરતા બાળક માટે, જે બાળક ભાષા સારી રીતે સમજી બોલી શકે છે, તેના માટે નવી જાણકારી ચોખવટ પુર્વક પુરી પાડે છે અને તે બાળકને તેણે આત્મસાત કરેલી જાણકારી સહેલાઇથી ટ્રાન્સમીટ કરવાનું સુલભ કરી આપે છે કે નહીં તેમાંથી કઢાય.
છેલ્લે, માફ કરજો ભરતભાઇ, પણ જો તમે એક અી/અુ સ્વીકારેલ હોત તો તમારું “ઉર્મી” સો ટકા જોડણીભુલ વગરનું થતે.
August 20, 2009 at 10:19 am
“મને સાચી જોડણી અાવડતી નથી, અને ખોટી જોડણી કરવાનું ગમતું નથી” એ મેં પહેલેથી જ જાહેર કર્યું છે. સાર્થ અને ઉંઝા જોડણી પરસ્પરનાં પૂરક છે, તે પણ સ્પષ્ટ જ છે. હાલમાં તો હું અરાજક જોડણી જ વાપરું છું, અને મનોમંથનમાં છું. મારો ઝોક સાર્થ જોડણી અને ઉંઝા પદ્ધતિ એક સાથે જ પ્રયોજવા તરફ છે. બંધારણમાં કરેલો એક સુધારો બંધારણનું સ્થાન ન જ લઇ શકે, તેમ ઉંઝા પદ્ધતિ (૨%) સાર્થનું (૯૮%) સ્થાન ન લઇ શકે. અા મારો અભિપ્રાય છે તેમ નથી, પણ અત્યાર સુધીની ચર્ચા પછીનું અા તારતમ્ય છે. મોકળા મને વિચારણા કરવાની અા તક છે. હું તેમાં એકે ય પ્રકારની જોડણી પ્રત્યેની ભક્તિ સાથે નથી અાવ્યો. વળી, જોડણીનો પ્રશ્ન માત્ર ગુજરાતીને જ નડે છે તેવું નથી. અંગ્રેજી જોડણી તેની તર્કહીનતાથી મેદાન મારી જાય છે. સદ્ભાગ્યે, અંગ્રેજીમાં સ્પેલચેક ઘડાયેલાં છે, અને ગુજરાતીમાં પણ તેના શ્રીગણેશ થઇ ચૂક્યા છે.
ભાષાની ક્ષમતા બાબત અાપણા બંનેનાં વિધાનો જુદા જુદા સ્તર ઉપર છે, અને સુસંગત છે.
August 20, 2009 at 11:22 am |
બહુ જ વીવેક સભર સાર.
સુધારો કરો કે ન કરો, ગમે તે કરો, પણ પ્રચલીત ભાષા પોતાના પ્રવાહે જ ઘડાય છે. એ કોઈની દોરવાતી દોરાતી નથી. સાદો જ દાખલો. ગાંધીજી જેવા મહાન નેતાની દોરવણી અને આદેશ છતાં ખોટી જોડણી કરવી તેને કોઈ પોતાનો ગુનો ગણતું નથી, ઉલટાનો અધીકાર સમજે છે. (આપના જેવા જુજ જ પોતાની ગ્લાનીનો સ્વીકાર કરવા જેટલા પ્રામાણીક છે).
એક બહુ જ ચર્ચાસ્પદ વીધાન – “ભુલ ક્ષમ્ય, પણ સુધાર કદી નહીં”, આમ જ સમાજ માનતો રહે, તો કોઈ સુધારા થયા જ ન હોત. વીધવાઓ પરણી ન શકત અને સતીઓ બનતી રહેત. હજુ લોકો ગાડાં જ ફેરવતા હોત.
અંગ્રેજીની અવ્યવસ્થા ઐતીહાસીક કારણોસર છે. જે શાસકો આવ્યા તેમની ભાષાના શબ્દો અને જોડણી અપભ્રંશ થઈને અંગ્રેજીમાં ઉમેરાતા ગયા. (knight, knowledge, neighbour etc.). ગુજરાતીમાં ઉમેરાયેલા ફારસી, અરબી, અંગ્રેજી, અને પોર્ચુગીઝ શબ્દો પણ આ જ કારણે છે. પચાસ, સો વરસ પછીની, લખાતી ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો ભરપુર હશે જ. બોલાતા બધા શબ્દો રુઢ થવાના જ છે. સંસ્કૃત/ ખેડુ / તળપદા શબ્દો વીલોપાઈ જવાના જ છે. એવું જીવન હવે જીવાવાનું નથી જ. ભાષા જીવાતા જીવનનો પડઘો જ રહેવાની – તો જ એ જીવંત રહે. પતી/ પત્ની શબ્દો સાહીત્ય અને સરકારી ફોર્મ માટે જ રહી ગયા છે. હબી / વાઈફ જ પ્રચલીત છે.
જેને સંસ્કૃત માટે રસ હોય તે જરુર તેનો અભ્યાસ કરે. મને હતો. એસ.એસ.સી. માં 92% માર્ક મળ્યા હતા અને મુંબાઈ બોર્ડનું પહેલું ઈનામ પણ મળ્યું હતું. પણ સામાન્ય માણસને માટે સંસ્કૃત સાવ બીન જરુરી અને વ્યર્થ ભાર રુપ છે. વીદ્વાનો સામાન્ય પ્રજા માટે એનો આગ્રહ રાખે, તે અવીવેક છે.
ગુજરાતમાં અંગ્રેજી ભાષા સારી રીતે શીખવાય તે સામ્પ્રત સમયની તાતી જરુરીયાત છે. બધા ટેક્નીકલ વીષયોમાં (ભુગોળ સહીત) અંગ્રેજી શબ્દો વીના સંકોચે વાપરવા જોઈએ. તો જ ગુજરાતનો વીદ્યાર્થી ઉચ્ચ શીક્ષણમાં વીશ્વ સ્તરનો બની શકશે.
August 20, 2009 at 12:56 pm |
અા ચર્ચા જે રીતે બરફના પાણી અને ઉકળતા પાણીની વચ્ચેનું ઉષ્ણતામાન જાળવીને ગતિ કરી રહી છે, તેનો યશ અાપ સૌને ઘટે છે. ઉષ્મા વિનાની ચર્ચા તો મડદાં જ કરી શકે. ઉપર જે ચર્ચાસ્પદ વિધાન લખાયું છે તે જેનું હોય તે ખરું, પણ અાપણે તો અહીં સુધારો કરવા જ બેઠા છીએ, તેથી તેની સાથે અસંમત થવાનો કોઇ સવાલ જ રહેતો નથી. ભાષાની પ્રાવાહિકતા બાબત તમે જે લખ્યું છે, તે સાથે હું સર્વથા સહમત છું.
તમારાં અંગ્રેજી અને સંસ્કૃત વિષેનાં વિધાનો અાવકાર્ય છે, અને તે પ્રચલીત વિચારધારાને અસરકારક રીતે પેશ કરે છે. મારા મનમાં એ વિષે કેટલાક ખ્યાલો છે. પણ મને ભય છે કે હું જો મારાં એ મંતવ્યો અહીં તમારા પ્રત્યુત્તર તરીકે વ્યક્ત કરું તો તમારા પ્રતિ અવિવેક થયાની ગેરસમજ થાય. તેથી અાજકાલમાં જ હું એક નવી પોસ્ટ – “સંસ્કૃતહીન સંસ્કૃિત” રજૂ કરીશ.
તમારી ટીપ્પણમાં તમે જે ભારપૂર્વક સંસ્કૃતનો છેદ ઊડાડી દઇને અંગ્રેજીની હિમાયત કરી, તેને બહુમતીનો ટેકો હોવા છતાં, તે એક ચિંતાનો વિષય છે. અાપણું માથું કાપીને પછી દુનિયામાં પાઘડી પહેરીને અાગળ અાવવાથી કોનું ભલું થશે, તે સમજવું મારી કલ્પના બહારની વાત છે.
August 24, 2009 at 11:40 pm |
Though I try to use Unjha JodaNi, I am not comfortable with it. I am too small to discuss this issue, but it is like making an illegal thing legal by order.
આ તો “વરલી મટકું ખોટું, ને સરકારી લોટરી સાચી” જેવી વાત છે. વળી, ઉ અને ઈ જ શું કામ? ઊ અને ઇ કેમ નહીં? ઈ ને બદલે ઇ રાખ્યું હોત તો દર વખતે આઇ કેપિટલ કરવાની માથાકુટ તો જાત. અને સહેલું જ કરવું છે તો, જેને હ્રસ્વ વાપરવું હોય તે તે વાપરે ને દીર્ઘ વાપરવું હોય તે તે વાપરે, તેમ રાખોને મારા ભાઈ, તમે કોણ નક્કી કરવાવાળા કે મારે કેમ લખવું ? વ્યાકરણ અને ભાષાની ઐસી તૈસી.
August 25, 2009 at 9:43 am |
અા ટીપ્પણનો જવાબ વાળવાવાળા ઘણા હોઇ શકે છે. તેથી હું એક બે સામાન્ય બાબતોમાં જ ઉતરીશ.
પંડ્યા સાહેબ (“બરતભાઇ” હું પણ છું તેથી), અાપણે બધાં જ નાનાં છીએ, પરંતુ હવે તો અાપણાથી યે નાનાં જનમવાનાં છે. એટલે અાપણા માન્યામાં અાવે કે નહીં, પણ અાપણે મોટા જ છીએ.
અાઇ કેપિટલ કરવાવાળી વાત મને ન સમજાઇ.
ભાષા, વ્યાકરણ, જોડણી, એ બધું અાપણને ફાવે તેમ અવશ્ય કરી શકાય. રસ્તામાં ડાબી કે જમણી ગમે તે બાજુ વાહન હાંકી શકાય, જો અાપણે દુનિયામાં એકલા જ હોઇએ તો. એક જણ લાલ લાઇટ જોઇને ઉભો રહે, અને તેની પાછળવાળો તે જ જોઇને ગાડી ભગાવે, તેનું પરિણામ કલ્નાતીત નથી. ભાષા તો પરસ્પર સંકેત કરવા માટે છે. માટે તે લખવા અને બોલવાના નિયમોની જરૂર છે. જમણી બાજુ ગાડી ચલાવવી વધારે સારી, કે ડાબી બાજુ, એનો કોઇ જવાબ નથી. પણ એ નક્કી ન કરીએ ત્યાં સુધી ગાડી લાંબો સમય ચાલી નહીં શકે,
August 25, 2009 at 10:01 am |
Reminds me of one person who said “Having two types of dress for man and Woman is cumbersome so let us follow Unjhawalas – Kafani and Lengho for all”!
I have said all I want to. Do not wish to discuss further. Thanks.
(Please do not reply to this post, as requested. You may tag your comments to other posts. Click “reply” in a particular post. -Moderator)
October 2, 2009 at 8:39 am |
કોશની મહત્તા
આપણે ’ઊંઝા’ જોડણીની વાત કરીએ એ પહેલાં હું વાત કરવા માંગું છું કોશની, Dictionaryની. એમ કરવાની પાછળ કારણ છે જોડણીના પ્રશ્નો સરળ કરવા માટે કોશ એવું અમોઘ સાધન છે તે રજૂ કરવાનું.
અગ્રેજીમાં compliment લખવું કે complement લખવું, borrow લખવું કે thorough, એવાં પ્રશ્નો કદી ઉદ્ભવતા નથી તેનાં બે કારણો છે. એક, સૌ પાસે અગ્રેજી dictionary હોય જ અને બીજું, શંકા પડે ત્યારે એમાં શબ્દ જોઈ, અર્થ ચકાસી કયો spelling વાપરવો એ નક્કી કરે. એ dictionary વાપરવાની શિસ્ત નિશાળથી માંડીને જીવનના જે જે ક્ષેત્રમાં લખવાનું આવતું હોય ત્યાં સુધી ફેલાયેલી છે. સૌને ખોટો spelling ખટકે. વિદ્યાર્થીઓને સાચા spelling માટે Spelling Bee જેવી સ્પર્ધા રાષ્ટ્રીય સપાટીએ રચાય, ઇનામો મળે. લખનારા સૌને એ બાબતનો ગર્વ હોય છે.
અને આપણે ત્યાં ’શીલા ચડવા ગઈ અને શીલા પર લસરી પડી’, ’મારા પિતા ચા પિતા બેઠા છે’, ’હું આજે નીશાળે જવાનો નથિ’ એ બધું ચાલે એમ કેમ? એક કોશ ખરીદો, એમાં શબ્દો જોઈ લેવાનો મહાવરો પાડો, એટલે જોડણીનાં ઘણા ઘણા પ્રશ્નોનો અંત આવે.
કોશની ખામીઓ:
જેમ ગણિતના Log કે Trigના કોઠાઓમાં ભૂલ ન ચાલે, Errata ન જ લખાય, તેવું જ કોશનું પણ છે.
ભાષા વહેતી છે, પરિવર્તનશીલ છે અને અવારનવાર એમાં થતા રહેતા ફેરફારોને સમાવવા કોશની નવી નવી આવૃત્તિઓ બહાર પડતી રહેવી જોઈએ. ગુજરાતીનો પહેલો પ્રમાણભૂત કોશ વિદ્યાપીઠનો “સાર્થ જોડણીકોશ” છે. અર્ધી સદી સુધી કોઈ નવી આવત્તિ બહાર ન પડે, અને પછી પડે એમાં અસંખ્ય ભૂલો હોય, અને ભૂલોને હલ કરવા ભૂલવાળી પૂર્તી બહાર પડે, એ શોચનીય છે. છતાં પણ, કોશ વાપરવો એ દર વખત તત્સમ, તદ્ભવ, અને વ્યાકરણની ચર્ચા કરવા કરતાં હજાર દરજ્જે સહેલું છે. આ લેખ પૂરતું હું વિદ્યાપીઠના કોશને પ્રમાણભૂત ગણી આગળ ચાલું છું. રતિભાઈ નાયકના ’નાનો કોશ’, ’મોટો કોશ’; ગાલાનો ’વિશાળ કોશ’, રતિલાલ ચંદેરિયાનો internet પર ’gujaratilexicon’ અને ’ભગવદ.ગોમંડળ’ એ બધા જ ઉપલબ્ધ છે. જોડણી માટે એમાંનો કોઈ પણ ચાલે.
ગુજરાતી કોશમાં શબ્દોનો ક્રમ ખાલી કક્કાના ક્રમ પ્રમાણે અંગ્રેજીના abcdef ની સરળતાથી નથી ચાલતો. હ્રસ્વ/દીર્ઘ ’ઇ’ની સંજ્ઞાઓ (’પિતા’ અને ’સીતા’), અનુસ્વારો (’અંત’ કે ’અન્ત’), કેટલીક વ્યંજન-અને-સ્વરની સંયુક્તિ (જા’, જી, રૂ, દૃ, હૃ.), કેટલાક ’ર’ સાથેના જોડાણો (’પ્રકાશ’, ’અર્થ’, ’ટ્રામ’, ’દ્રાક્ષ’, ’મિત્ર’, ’શ્રી’ ), કેટલાક જોડાક્ષરો (’ક્ક’, ’હ્મ’, ’હ્ય’, ’શ્વ’, ’શ્ચ’, ’ત્ત’, ’દ્દ’,’દ્ય’, ’દ્ધ’ જેવા) ક્રમ સમજવો અઘરો કરે છે, અને કોશમાં શબ્દો શોધવાનું કઠણ બનાવે છે. લોકોને કોશમાં શબ્દો જોતાં રોકે છે.
’અઙ્ક’, ’પઞ્ડિત’ જેવા પ્રયોગો નાબૂદ કરવા જોઈએ, નહીં?
હ્રસ્વ/દીર્ઘ ’ઇ’ અને ’ઉ’ને લીધે, મગજમાં સાચી જોડણી ન હોય તો શબ્દો શોધવા અઘરા બને છે. એક જ દાખલો આપીશ. મનમાં ઘૂસી ગયું હોય કે ’નીતિ’માં હ્રસ્વ ’નિ’ છે તો શબ્દ મળે જ નહી, બધા ’નિ’ ફેંદી વળો તો પણ. એનો એક ઉપાય પણ સૂચવું. બધા, હ્રસ્વ-દીર્ઘ ઇ એક સાથે રાખીએ. પછી કોશમાં શબ્દોનો ક્રમ, નિત, નિતનવું, નિતરાણ, …..નીતરવું, નીતર્યું, નિતારવું, ….. નિતાંત, નીતિ, નીતિકથા, ….એ ક્રમમાં હોય. ’નિ’ અને ’ની’ વાળા શબ્દો એક સાથે મળે અને ખોજ સહેલી બનાવે. એવું જ ’શ’ અને ’ષ માટે; ’ઋ’, ’રુ, અને અને ’રૂ’ માટે; અને ’જ’ અને ’ઝ’ માટે; ’જ્ઞ’ અને ’ગ્ન’ માટે.
અનુસ્વારોનો વપરાશ સમજાવવા સુન્દરમ્નું અનુસ્વાર અષ્ટક વપરાય છે. તે એક રમત તરીકે ઠીક છે પણ એ પૂરતું નથી. જરા વિગતમાં, દાખલાઓ સાથે આપવાની જરૂર છે.
સામાન્ય રીતે જે શબ્દોમાં ભૂલ થતી હોય (દા.ત. ’હૃષીકેશ’), કે ખોટી રીતે ઊલટસૂલટ થટી હોય તેવા શબ્દો (’પોણો’ અને ’પોણી’, ’યાદ’ અને ’યાદી’) જેવા શબ્દો એકઠા કરી એક જગાએ મળે એવું હોય તો ’ચટપટ’ સાચી જોડણી શીખવી સહેલી પડે.
’ગુજરાતીઓ બોલે એવું લખે’ કહી આપણને કોશમાં ઉચ્ચાર દેખાડવાની કોઈ ધગશ નથી.
લખીએ ’ઝાડ’, બોલીએ ’જાડ’. અને એ મજા ’મઝધાર’, ’ઝડપ’, ’ઝંઝાવાત’, ’બાઝવું’,
’ઝાકઝમાળ’ , ’ઝંખના’…એ બધામાં લખાય ’ઝ’ અને બોલાય ’જ’. પણ જરા ઊભા રહો.
’નિઝામ’માં શું? ’ઝિમ્બાબ્વે’માં શું? ’ઝોન’માં? ’ઝીરો’માં? ’ઝીબ્રા’માં? એમ જ ’ફટાકડો’ અને ’ફોટો’ના ’ફ’ જુદા. પહેલો પૂરો ઓષ્ટ્ય અને બીજો દંતોષ્ટ્ય! ’ડોલ’ અને ’કડી’ના ’ડ’ જુદા. ’મસોતું’નો ’સ’ એવો કે ’સ’ પણ નહીં અને ’હ’ પણ નહીં. ’આંબાનો મોર’ અને ’ઢેલનો મોર’ બોલાય જુદા. અગ્રેજી શબ્દોની જેમ એક ’મૉર’ અને બીજો ’મોર’ કહી દર્શાવી શકાય.
’ફુલવડી’ ભલે લખાય એમ પણ બોલવામાં ’ફુલવ્ ડી’. લખાય ’અમદાવાદ’, બોલાય ’અમ્દાવાદ’, ’રચના’ બોલાય ’રચ્ના’, ’કંપની’ બોલાય ’કંપ્ની’. ગુજરાતમાં ઉછરેલાઓને પણ આ પ્રશ્ન ઊભો થાય છે. જેને ગુજરાતી આવડતું ન હોય તેને માટે ઉચ્ચારદર્શન વધુ જરૂરી છે.
અગ્રેજી કોશમાં શબ્દોના ઉચ્ચારો ચોક્કસ દેખાડવા અલગ અલગ પરિભાષા વપરાય છે. પરિણામે સાંકડા અને પહોળા ઉચ્ચારો બરોબર નિર્દેશાય. આપણ કોશમાં ’આલ્કોહૉલ’, ’ઇન્ડોર’, ’ઇલેક્ટ્રિક’, ’એજ્યુકેશન’, ’ઍડ્રેસ’, ’એમોનિયા’, ’કેફિન’, ખટકવા જોઈએ નહીં?
’ઊંઝા’ વિષે
’ઊંઝા’ વાળાઓ સાથે તક મળે ત્યારે વાત કરી છે, અહીં બેઠા વંચાય એટલું વાંચ્યું છે અને હ્રસ્વ ’ઇ’ અને દીર્ઘ ’ઊ’ નાબૂદ કરવાની વાત શાને એ સમજવા પ્રયત્ન કર્યાં છે. એમના દાવાઓ હું સમજ્યો છું એ પ્રમાણે મારા જવાબો સાથે નીચે આપું છું
દાવો ૧ : ગુજરાતી જોડણી શિખવવી અઘરી છે.
જવાબ: શિક્ષકોને કોઈ અધિકાર નથી. એમની જવાબદારી તો અઘરું હોય એને સમજવું સહેલું કરવાનું છે. એ કરવા માટેના સાધનો ઘડે એ બરોબર. સાંભળ્યું છે કે ભાગાકાર અઘરા છે માટે એને નાબૂદ કરીએ? એક કોશ પ્રમાણે સૌ લખતાં થાય એ જ એમને માટે સફળતાની નિશાની છે. કોશ એટલા માટે કે કોઈ ચર્ચા વગર, કંકાસ વગર કે કોઈ જાણકારને શોધી એમનો અભિપ્રાય માગ્યા વગર એમાંથી જોડણીનો જવાબ મળી શકે છે. અંગત અભિપ્રાયોથી પર છે. તત્સમ, તદ્ભવ, કર્મણિપ્રયોગ, કૃદંતો એની કડાકૂટ ન રહે. જોડણીના ૩૩ નિયમો અને એના અસંખ્ય અપવાદોના વિચાર કરવામાં પડીએ તો ચાર લીટીની ચિઠ્ઠી લખતાં જન્મારો પણ પૂરો ન પડે. અગ્રેજીમાં through અને roughમાં તત્સમ તદ્ભવની ચર્ચા થતી નથી. dictiઓnary આમ કહે છે એટલે એમ લખવાનું. બસ, that’s it.
દાવો ૨: ’ઊંઝા’ પ્રમાણે જોડણી સ્વીકારીએ એટલે ભૂલો ઓછી થઈ જાય.
જવાબ: એક ગામમાં મહિને સરેરાશ ૧૦૦ ખિસ્સા કતરાય, ૧૦ ઘરોમાં ચોરી થાય અને એક ખૂન થાય. અને આપણે નક્કી કરીએ કે ખિસ્સાકાતરુના કેઈસ આપણે ગુનાઓમાંથી રદબાતલ કરીએ અને પછી છાતી ફુલાવતાં ફરીએ કે ગુનાઓ ૧૧૧માંથી આજે ૧૧ જ થઈ ગયા. કેવો ખાસ્સો ગુનાખોરીમાં ૯૦ ટકાનો ઘટાડો!
દાવો ૩: કોશના શબ્દોમાં કેટલા ’ઇ’, ’ઈ’, ’ઉ’ ’ઊ’ આવે છે એની ગણતરી કરાવી એમાંથી બહુ વૈજ્ઞાનિક લાગે એમ આંકડાઓ આપ્યા છે કે કેટલો સુધારો થાય..
જવાબ: છપાયેલા લેખોમાંથી ’ઇ’, ’ઈ’, ’ઉ’ ’ઊ’ ની frequency શોધવાને બદલે કોશમાંથી
તારવણી કાઢવામાં આવી છે. એ આંકડાઓ ખોટા અને એનું ગણિત ખોટું છે. કોઈ statistics
જાણનારાની મદદ લેવી જોઈતી હતી.
અને છેલ્લે હવે એ લોકો કહે છે જેને કૉફી પીવી હોય તે કૉફી પીએ અને ચા વાળા ચા પીએ. એમ ગમે તે ચાલે. મને થાય આટલી લાપરવાહી શાને? એમ જ હતું તો આટલો ’ઊંઝા’નો અર્થવગરનો ઊપાડો શાને?
October 3, 2009 at 9:27 am |
માનનીય કિશોરભાઈ
અરાજકતાના શિરમોર સમા આ સમાચાર વાંચો —-
http://urvishkothari-gujarati.blogspot.com/2009/10/blog-post.html
નીચેના મુદ્દા સાવ મુક્ત મનથી વાંચવા વીનંતી –
1) ખીસાકાતરુઓને બીલકુલ ન ચલાવી લેવા, ખીસાં કાતરવાને ગુનો ન ગણવો અને ખીસાં કતરાય તો પણ નુકશાન ન થાય, તેવાં ક્રેડીટ કાર્ડ વાપરવાનો સુધાર કરવો. ઉંઝા જોડણી એ ત્રીજો વીકલ્પ છે. સા. પરીષદનું આમંત્રણપત્ર ખીસાં કાતરવાની સરેઆમ છુટ નથી લાગતું ? જો સા.પ. માં આટલી ગેરશીસ્ત હોય તો સામાન્ય પ્રજાનું શું ?
2) અંગ્રેજી સાથે સરખામણી? વીશ્વની સૌથી અવ્યવસ્થીત ભાષા સાથે? એમાં તો કોઈ સુધારાની શક્યતા જ નથી. ગુજરાતી અને સંસ્કૃત આધારીત, ભારતની બધી ભાષાઓમાં ઉંઝા સુધારો વ્યવસ્થા આણી શકે તેવી આ સુધારની ક્ષમતા છે. ઉંઝા લ્ખાણો વાંચતાં અર્થનો કોઈ અનર્થ થતો નથી. અંગ્રેજીમાં માત્ર a, aa – અ અને આ માટે વાપરી જુઓ અને જુઓ કેટલા અનર્થ સરજાશે .
3) અંગ્રેજીવાળા સુધારો ન કરે, માટે આપણે પણ ન કરવો, એમાં આપણા ગુલામ માનસની છાંટ નથી? આપણી ભાષાઓ એનાથી અનેક ગણી વૈજ્ઞાનીક છે. એને વધુ સરળ અને વૈજ્ઞાનીક બનાવવાને ગૌરવ કેમ ન ગણીએ?
4) અંગ્રેજોની શીસ્ત, અંગ્રેજી શીક્ષણની શીસ્ત, આનું અનુકરણ ગુજરાતી શીક્ષણમાં થવાની શક્યતા સહેજ પણ જણાય છે?
October 3, 2009 at 1:16 pm
પહેલાં તો ઉર્વીશભાઇની નોંધ પરથી ઊભો થતો એક પ્રશ્ન પૂછું. પરિષદની જાહેરાતમાં પાંચ ભૂલો દેખાડી છે, એમાંની કેટલી ભૂલો ’ઊંઝા’ જોડણી વાપરવાથી દૂર થશે? માત્ર એક જ. Is that good enough for you?
તમે ૪ મુદ્દાઓ મૂક્યા છે એ વિશે વાત કરીએ:
૧ લોકો ’શ’ અને ષ’ના ગોટાળા કરે છે અને જો ષ ને બદલે શ લખવાની ભૂલોને ભૂલો ન ગણીએ તો એટલી ભૂલો ઓછી થાય. ’ઊંઝા’વાળાઓએ ખાલી હ્રસ્વ ’ઇ’ અને દીર્ઘ ’ઊ’ જ નાબૂદ શાને કર્યા? સંખ્યામાં એ ભૂલો વધુ હોવાની શકયતા એટલે એ અપનાવ્યા. એ સિવાય ’સાચા’ ’ખોટા’ની કોઈ પરવા ન હતી. એ ગણિત સમજાવવા મે ’ખિસ્સાકાતરુ’ની વાત લખી. પછી ’કેર્ડિટ કાર્ડ’ ઉમેરી ગોતું કરવાની જરૂર મને દેખાતી નથી.
૨ અંગ્રેજીનો દાખલો આપવાનું કારણ એ કે એમાં ’જોડણી’ સૌથી અવ્યવસ્થિત હશે પણ તે છતાં લખાણમાં કે પ્રકાશનોમાં એ અવ્યવસ્થા ક્યાંય આડી નથી આવતી. ગુજરાતી કરતાં અંગ્રેજી પુસ્તકો ઘણાં જ વધુ પ્રમાણમાં છપાય છે. એક પણ ભૂલ જડવી અઘરી છે, એ પર ધ્યાન ખેંચવા મારો ઇરાદો હતો. મારી comment ન તો અંગ્રેજી ભાષા પર કે ગુજરાતી ભાષા પર. ’ઊંઝા’ને સુધારો શાને કહ્યા કરો છો તે મને સમજાવશો? કયો તર્ક છે એ જ સમજાતું નથી. અગ્રેજીમાં a, aa ની વાત સ્પષ્ટ નથી.
૩ અહીં તમે ’વૈજ્ઞાનિક’, ’ગુલામીની છાંટ’ એવી એવી વાતો શા માટે નાખો છો એ સમજાતું નથી. ભાષાઓ ઐતિહાસિક કારણોથી ઘડાતી આવે છે. ’હું ગયો’ અને ’મેં ખાધું’ એમાં કયું વૈજ્ઞાનિક કારણ છે? ’ગુલામીની છાંટ’ શબ્દો મારા દેશપ્રેમ પર ઘા મારે છે. દેશદાઝ ન હોત તો હું આ ચર્ચા ન કરતો હોત. સાત વર્ષ ’કેસૂડાં’ ન ચલાવ્યું હોત. માણસો pseudo scientific ચર્ચાઓ કરે એ બરોબર નથી.
૪ શિક્ષણમાં શિસ્ત નથી એ તો પ્રશ્ન છે. અગ્રેજો પાસેથી કેમ શીખતાં નથી? એમાં અંગ્રેજો પાસેથી સારું પણ ન લેવું એવી ગુલામીની છાંટ નથી દેખાતી?
Sorry, મારે ચડસાચડસીમાં નથી પડવું, કોઈને ઉતારી પાડવામાં રસ નથી પણ મુદ્દો સમજ્યા વગર વસ્તુને emotional level સુધી લઈ ન જવાનું બહુ જ જરૂરી છે-કંઈ પ્રગતિ કરવી હોય તો.
મારું કહેવાનું એ છે શબ્દોની જોડણી તેના વિદ્વાનો પર છોડી કોશ રચવાનું એમના પર છોડી દઈએ. કોશ વાપરી સૌને કોશ પ્રમાણે લખતાં કરીએ એ આપણી ચર્ચાનો વિષય છે. ’નીતિ’માં ’ની’ દીર્ઘ શાને એમાં રસ ઓછો છે. કોશમાં જોઈ લોકો આસાનીથી ’નીતિ’ લખતા કેમ કરી શકી એમામ મને રસ છે.
Please do not use insulting terms. હું પણ સજાગ પ્રયત્ન કરતો રહીશ.
October 3, 2009 at 1:54 pm
ગરમી જરા વધારે પડતી થઇ ગઇ. કોઇની નિષ્ઠા માટે જરા ય શંકા નથી. સાર્થ કે ઊંઝા, બેમાંથી કોઇ સર્વાંગસંપૂર્ણ નથી, એટલું તો સ્પષ્ટ છે. શ્રી. રતિભાઇ ચંદેરિયાએ તેમની વેબસાઇટ ઉપર ગોમંડળની સાથે જ, સાર્થ જોડણીકોશ પણ મૂક્યો જ છે, ગુજરાત વિદ્યાપીઠના સહકારથી. વિદ્યાપીઠ એનો લાભ લઇને કક્કાવાર કોશ કેમ ન ગોઠવી શકે, તે સમજવું મુશ્કેલ છે. અાપણી સંસ઼થાઓ, પ્રકાશનગૃહો, ઇત્યાદિ જો પંદરમી સદીમાંથી બહાર અાવવા ઉત્સુક ન હોય તો કોઇ ખાનગી વ્યક્તિ કે સંસ્થાએ અા કામ ઉપાડવું જ રહ્યું.
જો સાર્થ, અને ઉંઝા, એ બેમાંથી એકે ય સ્વીકાર્ય નથી, તો તેમાં સુધારાની કોઇ શક્યતા છે ખરી, કે પછી કોઇ ત્રીજા વિકલ્પની અાવશ્યકતા છૈ? અા ચર્ચાને અાગળ ધપાવવાની જરૂર છે. ઊગ્રતા સત્યને ઠોકી બેસાડવા માટે કામમાં અાવી શકે, પણ સત્યની શોધ તો તેનાથી અાઘી જ ઠેલાશે.
October 3, 2009 at 5:10 pm
સ્પેલીંગ, જોડણી માટે દરેક ભાષા માટે ડીક્શનરી હોવી જરુરી ખરી?
ગુજરાતી ભાષાને સ્પેલીંગ, જોડણી માટે ડીક્શનરીની જરુર કયા કારણ-કારણોસર છે, તે વીશે ગરમી પકડનારા થોડું મુદ્દા સર લખે તે જરુરી છે.
October 3, 2009 at 9:12 pm
અા મુદ્દો મજાકમાં કાઢી નાખવાનું મન થાય તો તેને રોકવાની જરૂર છે. શબ્દકોશ જ ન હોય, તો પછી કોઇ પણ જોડણી ખોટી હોવાની શક્યતા જ ઉડી જાય. તદુપરાંત, શબ્દકોશ છપાવવાની અને વેચવાની જધામણ જ ન રહે. વળી ઉંઝા, સાર્થ, એ બધી જ ચર્ચા નિરર્થક બની રહે.
અાપણે જે રીતે બોલીએ છીએ તે પ્રમાણે જ જોડણી કરીએ, તો એક દિવસ અાપણે પાછા વાનર સુધી પહોંચી શકીએ ખરા. શબ્દકોશ તો ભાષાનું બંધારણ છે. તે અવશ્ય બદલી શકાય, પણ બહુ અાસાનીથી તો નહીં જ. શબ્દકોશ અાપણો મહામૂલો દસ્તાવેજ છે.
October 4, 2009 at 4:52 am
જે ભાષા ફોનીમ, ધ્વનીઘટકોને લખવા પુરતા અક્ષરો વાપરતી હોય તેના માટે સ્પેલીંગ, જોડણી માટે ડીક્શનરી ની જરુર નથી.
દુર્ગારામ મહેતા, નવલરામ અને ગોવરધનરામે પાડેલા ચીલાએ લખાતી ગુજરાતીને રહેવા દીધી હોત તો ી ુ થી ગુજરાતીનું ગાડું સારી પેઠે ચાલતું રહ્યું હોત.
નરસીરાવ ભોળાનાથ દીવેટીયા જેવા પોતાને સુપર ફોનેટીસીયન માનતા ગુજરાતીઓએ ગુજરાતીને ઉંધે પાટે ચડાવી.
1942માં હરીવલ્લભ ભાયાણીએ આખરી લાલબત્તી ધરી, પણ ફકત એટલી જ અસર થઇ કે ભાયાણીને ચુપ કરી દેવાનો ઉપાય ખોળવાની શરુઆત થઇ.
પંડીત બેચરદાસ દોશી, જેઓ ગુજરાત વીદ્યાપીઠમાં કોશના જનમ અને બાલ્યાવસ્થા ટાણે ભણાવતા હતા અને જેમને કોશના કામમાં લેવામાં આવેલા નહીં, તેમના દીકરા પ્રબોધ પંડીતને ગુજરાતમાંથી કાઢવા માટે ભાયાણીનો ઉપયોગ કરાયો અને ભાયાણી ચુપ થઇ ગયા.
ગુજરાતી ભાષાને જોડણી સારુ કોશની જરુરત એટલા પુરતી કે જુદી જુદી તળપદી બોલીઓમાં કેટલાક વ્યંજનો “સ્ટાન્ડર્ડ” ગુજરાતી કરતાં જુદા બોલાય છે. ડ/ળ/ર નો ભેદ, મેથી-મેઠીનો ભેદ, કાકી-કાચીનો ભેદ જે છોકરાંઓ બીન-નાગર કુટુંબોમાં ઉછરે છે તેમના માટે જાળવવો મુશ્કેલ પડે છે.
જેવું બોલીએ તેવું લખાય જાય છે.
ગુજરાતનાં કોઇ છોકરાંને કયો સ્વર લખવો કઇ માત્રા લખવી તેની મુંઝવણ રહે નહીં જો િૂૅૉ માત્રાઓ અને ઈઊઍઑ મુળાક્ષરોને શીક્ષણ માટેની ગુજરાતીમાંથી કાઢી નાખીએ તો.
ગુજરાતીના મુર્ધન્ય નાટકકાર મધુ રાયે તેઓ ૅૉ અને ઍઑ ને નથી લખતા તેમ મને તણેક મહીના પહેલાં ફોન ઉપર ન્યુજરસીથી જણાવ્યું.
એક શીરીષ દવે નામના મહાશય અમેરીકે વસે છે. તેમને દેવનાગરીના જેવા क़ ख़ ग़ ज़ ड़ ढ़ फ़ य़ ગુજરાતીમાં પણ જોઇએ છે.
ગુંચવણ વગરની ગુજરાતી ગુજરાતમાં જનમતાં અને લખાતી ગુજરાતી વાટે જ શીક્ષણ મેળવવાના છે તેમના માટે જીવાદોરી છે. ફકત કી ખી ગી ઘી . . . અને કુ ખુ ગુ ઘુ . . . વડે લખાતી ગુજરાતી તેમના માટે ઉપયોગી વાચનસામગ્રી વધારે સારી રીતે પુરી પાડશે, ગુજરાતી ભાષા વાટે શીક્ષણનો નવો યુગ આરંભાશે.
આ બાબતે ચોખવટથી વીચારણા કરવાના ઉત્સાહીઓને http://groups.google.com/group/soc.culture.indian.gujarati/browse_thread/thread/21879dd7737baa2f?hl=en# ઉપર જવા સુચવું છું. ટોપીક છે “સવાલો, ગુંચવણો : લખાતી ગુજરાતીનાં”. વીદ્યાપીઠના કોશ વીશે નીશીથ ધ્રુવે ત્યાં લાંબી નોંધ મુકી છે. કિશોર રાવલને તે નોંધ વાંચી જવા ભલામણ છે.
કિશોર રાવલ જ્યારે લખે કે “શબ્દોની જોડણી તેના વિદ્વાનો પર છોડી કોશ રચવાનું એમના પર છોડી દઈએ” ત્યારે તેઓ પાછલાં પોણા બસ્સો વરસ દરમીયાન લખાતી ગુજરાતીને ચોખ્ખી કરવા મથતા અને તેને ગુંચવાડાભરી કરી દેનાર કે. કા. શાસ્ત્રી જેવા વીદ્વાનોથી બેખબર હોય તેવું જણાય છે.
October 4, 2009 at 8:05 am
તમે લખ્યું કે “જે ભાષા ફોનીમ, ધ્વનીઘટકોને લખવા પુરતા અક્ષરો વાપરતી હોય તેના માટે સ્પેલીંગ, જોડણી માટે ડીક્શનરી ની જરુર નથી.”
જે ભાષામાં ’ઋ’, ’રુ’, ’શ’, ષ’, ’જ’, ’ઝ’ છે તેને ઉપરનું statement કેમ લાગુ પડે? બીજા કશા માટે ન વાપરો પણ અર્થ માટે તો કોશની જરૂર રહેવાની જ. તમને જેનો અર્થ ખબર ન હોય એવો શબ્દ વાંચવામામ આવે ત્યારે તમે શું કરો? કોને પૂછો? મને ક્યારેક કોઈ શબ્દ કોશમાં ન મલે તો મારે અમરા મધુ રાય કે પન્ના નાયક જેવાને પૂછવું પડે. પણ બધાને એ લાભ મળતો નથી અને કોશને ખોળે જવું પડે. દૂર બેઠાં, કોઈ ફોન પર મલે ન મળે એની ચિંતા વગર આસાનીથી જવાબ મલે કોશમાંથી.
હું વિદ્વાનો પર કોશનું કામ છોડી દેવાની વાત કરું છું ત્યારે કહેવાનું એ છે કે કોશ બનાવવાનું કામ તેના જાણકાર ઉપર છોડી દો. આમ જનતાને એ જોડની નિયમો, તત્સ્મ તદ્ભવ વાતોથી અલિપ્ત રાખો. આમ જનતા અને લેખકો શબ્દો કોશમાં જોઈ, જરા કંકાસ વગર આગળ ધપી શકે.મને એક આધારભૂત કોશ આપો એટલે હું અહીં આ ઝંઝટથી દૂર જઉં.
કોના છોકરાને કોણે પાસ થવામાં મદદ કરી, કેકાશાસ્ત્રીએ કેવો ગૂચવાદો કર્યો એ મારા રસની વાત નથી. ખરો પ્રશ્ન તો એ હલ કરવાનો છે કે સારો કોશ બનવવા આપણે યોગ્ય માણસોને એકઠા કરી કામ લૈ નથી શકતા. એને management ability કહો કે leadership quality કહો એ ખામી મોટી છે.
ગમે એ કોશ હોય, ગમે એટલી ચીવટ હોય છતાં typos રહી જવાના, મારાથી ’ઉર્વિશ્ભાઈ’ લખાઈ જાય અને તમે ’કિશોર રાવલ’ લખો એવું થવાનું, એ બદલ sorry સિવાય બીજો જવાબ હોઈ જ ન શકે. આવું ન થાય તો સારું પણ કોઈ મોટા સિદ્ધાંતનિ વાત નથી.
ટૂંકમાં જો આપણાથી કોશ બનાવરાવી અપનાવી ન શકાય તો આપણે બીજી પેઢીની વાટ જોઈએ અને મનોરજન માટે બીજા વિષયોની તલાશ કરીએ.
October 4, 2009 at 9:05 am
“જે ભાષામાં ’ઋ’, ’રુ’, ’શ’, ષ’, ’જ’, ’ઝ’ છે તેને ઉપરનું statement કેમ લાગુ પડે? ”
ઋ /રુ
તે બેમાંથી બીજાથી વહેવાર ચાલે તેમ છે.
શ/ષ માંથી બીજાની ગરજ નથી તેવી ક્રાંતીકારી રજુઆત ભાયાણીને ચુપ કરનાર ઉમાશંકરે પોતાની અટક “જોશી” લખીને કરી.
કોને જોઇએ તેવો શબ્દકોશ ગુજરાતી માટે ન હોવાથી ગુજરાતીમાં શીક્ષણોપયોગી લખેલું ઓછું છે?
ઓછું છે તેવો સ્વીકાર નીરીક્ષકના એડીટર પ્રકાશ ન. શાહે લંડનના નહેરુ સેંટરમાં 6/6/09 ના રોજ વીપુલ કલ્યાણીએ ભેગી કરેલ ગુજરાતીઓની ખાસ્સી મોટી સભા સામે કરેલો.
October 4, 2009 at 9:30 am
જ/ઝ તેટલાં અર્થભેદક નથી જેટલાં ક/ખ ગ/ઘ ચ/છ વગેરે છે, પણ ચંદરીયાની ડીક્શનરી આપે છે :
જરી
1 [જુઓ જરા] વિo; અo થોડું; લગાર
2 [फा. जर] સ્ત્રીo કસબ; કસબી માલ (૨) વિo કસબ સાથે વણેલું; કસબી
3 સ્ત્રી○ સોનારૂપાના તાર કે એવા તાર સાથે વણેલા દોરા” “જરી
4 [ ફા. જર્રીન ] स्त्री. કસબી માલ; કસબથી વણેલું જરીકામ; સોનારૂપાના તાર સાથે વણેલો તંતુ; કસબ.
5 स्त्री. પથ્થરનાં બે ગડદાં વચ્ચેનો માર્ગ. તેમાં રેડ પૂરાય છે, જેથી ચૂનોપાણી બધી સાંધમાં ચડી જાય છે.
6 वि. કસબ સાથે વણેલું; કસબી; જરી ભરેલું.
7 वि. થોડું; લગાર; જરા; સહેજ.
ઝરી
1 [सं.] સ્ત્રીo ઘણું નાનું ઝરણ (૨) રેલો
2 સ્ત્રી○ નાનું ઝરણું” “ઝરૂખાદાર
3 स्त्री. એક જાતનું ઘાસ.
4 स्त्री. કમકમાટી.
5 [ સં. ] स्त्री. તારા દેવી.
6 स्त्री. નાનું ઝરણું.
7 स्त्री. રેલો.
8 स्त्री. શાહીસરી; શાહી ભરીને લખાય એવી કલમ.
9 [ ફા. ] स्त्री. સોનેરી તાર; સોનેરી ભરતકામ.
10 वि. જરીવાળું; સોનેરી.
October 4, 2009 at 10:02 am
હકીકતે ઇ/ઉ ની પણ ગરજ નથી.
મહેન્દ્ર મેઘાણીનાં અી/અુ પુરતાં છે.
October 5, 2009 at 4:50 am
“કોના છોકરાને કોણે પાસ થવામાં મદદ કરી” તેનો આ ચર્ચા સાથે શું સંબંધ છે તેની ચોખવટ કીશોર રાવળ કરે તેવી અપેક્ષા છે.
October 5, 2009 at 10:24 am
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ।
October 4, 2009 at 4:37 am
શબ્દોના અર્થ, એના nuances, વિકલ્પો માટે કોશ જરૂરી રહેવાનો જ અને કોશમાં શબ્દો શોથવા માટે શબ્દોનો ક્રમ વ્યવ્સ્થિત કરવો રહ્યો. અને એ માટે જોડણી વિચારવા જરૂર પડે જ. કોશ બનાવતી વખતે સાથોસાથ જ જોડણી અને ઉચ્ચાર ઉમેરવાથી એક જ sourceમાંથી બધું મળે તો સારું નહીં?
પ્રશ્ન એ કે official કોને કહેવો. સુરેશ જાની લખે છે નારાયણ દેસાઈએ એ માટે માણસો ભેગાં કર્યાં અને ઉગ્ર ચર્ચાઓ પછી વાત ઠેલાઈ ગઈ. ઉગ્રતા એ આપણી ખાસિયત છે. મેં અગ્રેજી કોશની શિસ્તની વાત કરી એટલા માટે કે એ વ્યવસ્થિત છે અને મને આપણી ગુજરાતી અને અગ્રેજી ભાષા આવડે છે. ફ્રેન્ચ, જર્મન અને અન્ય ભાષાઓમાં પણ એવી જ સુઘડતા જોઈ છે. પણ જેવું અગ્રેજીનું નામ લીધું એટલે મારા પર ’ગુલામગીરીની છાપ’ પડી ગઈ. અને મૂળ મુદ્દો બાજુએ રહી જાય.
દયાશંકરભાઈ અત્યાર સુથી ’ઇ’ અન ’ઊ’ વિરોધી વાત કરતા હતા હવે કોશના પણ વિરોધમાં છે.
મને લાગવા માંડ્યું છે કે જેની જોડણી ખરાબ છે એ લોકો ’ઇઊ’ કાઢવાની નાતમાં જોડાયા છે. જેને શબ્દોની પડી નથી એ લોકો કોશ વિરુદ્ધ ચળવળ ઉપાડે છે. I am just not impressed with such anarchy!
October 4, 2009 at 5:27 am
મને લખાતી ગુજરાતી વાટે જ શીક્ષણ મેળવી શકતાં છોકરાંઓની ફીકર ન્યુઆન્સીસ, વીકલ્પો આપતા કોશ કરતાં વધારે છે.
ગુજરાતીમાં મરાઠી જેવું શીક્ષણોપયોગી લખાણ ઓછું થયું છે ઓછું થાય છે. આની અસર 1988નાં નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામીનેશનનાં પરીણામોમાં જોયેલી.
આખા ગુજરાતમાંથી રોકડાં દસ છોકરાંઓ નેશનલ સ્કોલર નીકળેલાં. યુનીયન ટેરેટરી ચંદીગઢમાંથી સીત્તેર નેશનલ સ્કોલર નીકળેલાં. 1981ની વસતી ગણતરીના આધારે મહારાષ્ટ્રમાંથી સાડાત્રણ લાખની વસતીએ એક નેશનલ સ્કોલર પાક્યો, ગુજરાતની ચાળીસ લાખની વસતી દીઠ એક નેશનલ સ્કોલર પાક્યો.
ગુજરાત વસતી દીઠ એક સ્કોલરના આધારે તેની નજીકના સતાવીસમા ક્રમે આવેલ આસામ કરતાં 13 પગથીયાં હેઠું ચાળીસમા પગથીયે તળીયે બેઠેલું.
“મારી જોડણી સવાઇ” તેવા સેલ્ફડીલ્યુઝનમાં રાચવા કરતાં લખાતી ગુજરાતી વાટે જ શીક્ષણ મેળવી શકતાં, આજથી ચોથી પેઢીએ પણ અમેરીકાનો આરો જેમના નસીબમાં નથી તેવાંઓની ફીકર વધારે લેખે લાગશે.
October 3, 2009 at 6:45 pm |
માનનીય કિશોરભાઈ
હું તો સાવ સામાન્ય માણસ છું. કદાચ આ અંગે ચર્ચા કરવા સક્ષમ નથી. પણ ત્રણ વર્ષના પ્રત્યક્ષ અનુભવે મને જણાતા વીચારો જણાવ્યા છે.
1.ષ એ સાવ બીન જરુરી અક્ષર મને હમ્મેશ લાગ્યો છે. ભાષા પરીષદે આ સુધારો સુચવવા ઢીલ ન કરવી જોઈએ એમ હું માનું છું .
2. અંગ્રેજી લખાણ માટે જે કાળજી લેવાય છે, તેનો અભાવ ઘણી જગ્યાએ અને ખાસ તો અધીકૃત સંસ્થાઓ દ્વારા – એ બહુ જ ખુંચે તેવી વાત છે. ઈ, ઉ નો નાનકડો સુધારો ઘણી વ્યથાઓ દુર કરવા સક્ષમ છે. અંગ્રેજીમાં તો એક સુધારો કરવામાં આવે તો બહુ અનર્થ થઈ જાય, a aa ની વાત એ સંદર્ભમાં છે. ઉંઝા નો સુધારો સાવ નાનકડો છે પણ પ્રવર્તમાન અરાજકતા ઘણા અંશે દુર કરવા કાબેલ છે. – એમ મારું માનવું છે.
3. અંગ્રેજીમાં સુધારો કરવામાં આવતો નથી, માટે આપણે પણ ન કરવો – એવો મત ઉંઝા વીરોધીઓ જણાવે છે – તે બાબત આ મુદ્દો છે. ગુજરાતી શીક્ષણ અને લખાણ આવા સુધારાઓથી કોઈ મોટી આપત્તી વીના સરળ અને એક ધારું થઈ શકતું હોય તો તે મને ઈષ્ટ લાગે છે. ‘ગુલામીની છાંટ’ એ આપના તરફ નીર્દેશ નથી જ. પણ ઉંઝા સુધારાનો આંધળો વીરોધ કરનારાઓની મનોવૃત્તી સુચવવા કર્યો છે. આપને માટે મને અનહદ માન છે અને રહેશે જ. આપે તો મને ગુજરાતી લખતો કર્યો છે, એ કેમ ભુલાય?
ગુજરાતી ભાષામાં સુધારો કરવો કે ન કરવો તે ગુજરાતીઓની અંગત વાત છે. એમાં બહારનો કોઈ દાખલો શા માટે લેવો જોઈએ? મારી ભાષા માટે આપને અને મને અનહદ પ્રેમ છે – એ પ્રેમ જોડણી સાથે ન જ હોય. જોડણી તો એક જડ રસમ છે. મારી ભાવની અભીવ્યક્તીમાં કોઈ સુધારો આડો ન જ આવે ને? જો બધા આ સુધારો અપનાવે તો પ્રવર્તમાન સુગ અને સંસ્કૃતની આંધળી પરંપરાનો ત્યાગ શક્ય જરુર બને – અને એમાં મને કશું ખોટું જણાતું નથી – ઘણી બધી અનીષ્ટ પરંપરાઓ આપણે ત્યજેલી છે જ. જોડણીની પરંપરા ત્યજવાથી કશો પહાડ તુટી પડવાનો નથી.
4. અંગ્રેજો કે અમેરીકનોની સારી વાત સ્વીકારવાથી આપણે શી રીતે ગુલામ થવાના? જાપાન શીખ્યું, અને મહાસત્તાઓની સામે હોડ બકી. સામાજીક શીસ્ત, શીક્ષણની ગુણવતા વી. બાબત ચર્ચવા હું સક્ષમ નથી, પણ દેશમાં પ્રવર્તમાન સડો – દરેક ક્ષેત્રમાં – જોઈ જીવ બળે છે. સાદો દાખલો – અમદાવાદના આર્થીક રીતે નીચલા થરમાં રહેતો મારો જુનો ડ્રાઈવર એના દીકરાને અંગ્રેજી માધ્યમમાં મુકે, ગુજરાતનો પ્રાથમીક અને માધ્યમીક ધોરણનો શીક્ષક જે લાંચરુશ્વતમાં ફસાયેલો છે, ગુજરાતીના શીક્ષકનું શીક્ષણ જગતમાં સ્થાન. આ બધું જોતાં જોડણી માટેનાં યુદ્ધો હાસ્યાસ્પદ નથી લાગતાં?
————————————
શબ્દોની જોડણી તેના વિદ્વાનો પર છોડી કોશ રચવાનું એમના પર છોડી દઈએ.
આપને ખબર હશે કે, માનનીય નારાયણભાઈએ આ બાબત પહેલ કરી વીદ્વાનોને ભેગા કર્યા હતા, મુક્ત મને ચર્ચા કરવા. પણ ઉંઝા વીરોધી મહાનુભાવો તૈયાર ન થયા. આ શું સુચવે છે? પ્રવાહની વીરુધ્ધ તરવાનાં જોખમો જોઈ, સામાન્ય બીકણપણું, હીમ્મતનો અભાવ, સામાજીક કલ્યાણ માટે સુધારા કરવા માટેની ઉદાસીનતા કે બીજું કાંઈ? મેં એક જાણીતા ભાષાશાસ્ત્રી સાથે આ બાબત ચર્ચા કરી હતી. મારા એક પણ પ્રશ્નનો એ ખુલાસો આપી ન શક્યા અને ગાળાગાળી પર ઉતરી પડ્યા. આ યોગ્ય છે? કોણ નીખાલસ ચર્ચા કરવા તૈયાર છે?
આપના માટે અનહદ આદરના કારણે આટલા કી બોર્ડ / માઉસ ક્લીક કર્યા છે!
October 3, 2009 at 9:28 pm
મને લાગે છે કે અાપણે સાર્થ વિરુદ્ધ ઉંઝામાં અટવાઇને હવે એક કૂંડાળામાં જોર જોરથી ઘૂમી રહ્યા છીએ. ગતિ ઘણી છે, પણ પ્રગતિ નથી. ઇ/ઉ સિવાય જોડણીના બીજા પ્રશ્નો પણ છે. અનુસ્વારનો પ્રશ્ન અન્યત્ર છેડ્યો છે. ત્રણ સ/ષ/શ તથા અનેક ર (મિત્ર, કૃષ્ણ, વાર્તા, ઋષિ, રુ, રૂ, ટ્રામ, પ્રગતિ, ઇત્યાદિ)નું શું કરીશું?
અંગ્રેજી શબ્દો, જેમ કે coffee, office, dad, bad, માટે વપારાતા પહોળા એ તથા ઓ, ગુજરાતીમાં “અાંબાના મોર”થી “ઢેલના મોર”ને અલગ પાડવા વપરાય (મારો ઉત્તર છે: ના)? ગુજરાતીમાં વિસર્ગ (:)ની જરૂર છે (રહેવા દો ને બિચારાને, એક ઐતિહાસિક અવશેષ તરીકે) ખરી? અા દિશામાં વધારે વિચારવાની જરૂરિયાત છે.
October 4, 2009 at 4:57 am
સુરેશભાઈ,
તમને જ લાગતું હોય કે આવી ચર્ચા કરવામાં તમે સક્ષમ માનવી નથી તો ચર્ચામાં પડો છો શું કામ? મારા તરફના અનહદ આદરને કારને આટલા કી બોર્ડ ક્લિક કર્યા બદલ આભાર, પણ એ કારણે જરૂર નહોતી.
હજુ તો ’ઇઊ’નો પ્રશ્ન હલ થયો નથી અને તમે ’ષ’ની વાત આદરી!
હજુ પણ મેં છેડેલો પ્રશ્ન ’ઊઝા શા માટે’ એનો વ્યવ્સ્થિત જવાબ મળ્યો નથી. સાછી જોડણી અઘરી છે અને મને આવડતી નથી એ સિવાય બીજો સૂર નથી સંભળાતો.
It is a leadership crisis in all fields. Some one said that those who have the power do not have vision, and those who have vision have no power.
અત્યારને તબક્કે હું કીશોર રાવળ લખવા તૈયાર નથી. હું કિશોર લખીશ અને બેઠો બેથો તાલ જોયા કરું છું.
October 4, 2009 at 5:50 am |
bharatshah Says:
October 3, 2009 at 9:28 pm
“ઇ/ઉ સિવાય જોડણીના બીજા પ્રશ્નો પણ છે.”
જવાબમાં:
દુર્ગારમ મહેતાએ તેમની પ્રેક્ટીસથી, નવલરામે અછળતી રીતે, અને ગોવરધનરામે ખુલ્લી રીતે ઓગણીસમી સદીમાં કહ્યું કે આપણે ફકત કી ખી ગી ઘી . . . અને કુ ખુ ગુ ઘુ . . . વડે ચલાવી શકીએ તેમ છે તે પછી, વીદ્યાપીઠના ઉપક્રમને અડધું પડધું સંસ્કૃત જાણતાઓએ લખાતી ગુજરાતીને િ ી ુ ૂ ની ગુંચવણમાં ફસાવી પાડી.
પહેલાં બચાડી ગુજરાતીને તે ગુંચવણમાંથી બહાર કાઢો.
ઉતાવળ કરવાની જરુર નથી.
October 4, 2009 at 7:14 am |
kishor raval Says:
October 4, 2009 at 4:57 am
“હજુ તો ’ઇઊ’નો પ્રશ્ન હલ થયો નથી”
ક્યારે હલ થાય, ક્યારે ઉકલી જાય, કેમ હલ થાય, કેમ ઉકલી જાય, કોણ હલ કરી આપે, કોણ ઉકેલી આપે?
લખાતી ગુજરાતીમાં ફકત ી ુ વાપરીએ તેવી ગોવરધનરામની ભલામણ છતાં સવાઇ પંડીતોએ િૂ ની ભેળસેળ ચાલુ રાખી.
1999ના ઉંઝા નીર્ણય પછી ભેળસેળનો બચાવ કરવા વીદ્યાપીઠને અમદાવાદની કોલેજો અને યુનીવરસીટીમાં સંસ્કૃત ભણાવનારાઓને સાબદા કરવા પડેલા. વીદ્યાપીઠના પોતાના કે સાહીત્ય પરીષદના કોઇ ભાં પણ કરી શકેલા નહીં.
કીશોર રાવળ પોતાના લખાણોમાં કેવી કાળજી રાખી શકે છે તેના દાખલા અહીં જ મળે છે. એમના ઉર્વશીબેનને ઉર્વીશભાઇ ભરત શાહને બનાવવા પડ્યા.
October 4, 2009 at 7:41 am |
આટલી બધી ચર્ચા ને પીસ્ટપેશણની જરુરતજ નથી. જેટલા સા.જો. વાળા હઠીલા છે એટલા ઉંઝવાળા હઠીલા છે. અને ભાશા શસ્ત્રની સમજણ ન હોય તેવાની બહુમતી હોવાનીજ. ઉ.જો. એ એક વ્યવહારુ માર્ગ છે, એને સુધરણા કહેવું તે યોગ્ય નથી.તેથી ભાશા સુધરી નથી જતી.સુધારણાની વાત એક બાજૂ રહી હવે તો હું સાચો કે તું ની વાત ચાલી છે. પાણી વલોવવાની પ્રક્રીયા ચાલી છે.ઉન્ઝા હવે માન્ય છે.જેને તે જોડણી વાપરવી હોય તે તે વાપરે પણ જેને ( સાચું ખોટુ પણ) સા.જો. વાપરવી હોય તે તે વાપરે. ઉચ્ચાર શાસ્ત્રની દ્રષ્ટી એ તેમની દલીલમા વજુદ છે તે સ્વીકારવું રહ્યું.જેને માહિતી અને માહીતી નો
ભેદ ન સમજાતો હોય તેને આ નહી સમજાય. છન્દ ( લઘુ – ગુરુ) તો રહેશેજ નહી (ઓલ મેન આર ઈક્વલ એમ ઑલ વર્ડસ આરે ઈક્વલ !)
હવે મને લાગે છે કેહ્નુંવાનું બધુ કેહવાય ગયું છે.
હવે વાવટા વિંટી લ્યો તો સારું અને કોઇ નીષ્કર્શ પર આવો.
ભરત પન્ડ્યા.
તાક. એક કબુલાત — મારું ઉ.જો વાપરવાનુ પ્રયોજન પણ સાચી જોડણીનુ અગ્નાન જ છે.
October 4, 2009 at 7:54 am |
કોઇએ લખેલું કે ‘ પિતા ચા પીતા પીતા ‘ એમ સરખું બોલાય તો લખવામા ફેર શું કામ.
માફ કરજો આપે ભાવનગરની નગરાણીને બોલતા સાંભળિ નથી નહીતો તો ફેર ખગર પડી જાત.
October 4, 2009 at 9:21 pm |
અા ચર્ચા સમેટવાનો સમય હવે અાવી પહોંચ્યો છે. હવે એની એ જ દલીલો રજૂ થયા કરે છે, અને ગુજરાતી ભાષાની દૂર્દશાનો યશ કોને અાપવો, તેની શોધ શરૂ થઇ રહી છે. સવાલ હવે અાપણે શું કરી શકીએ તે છે. સાર્થ અને ઉંઝાએ સહઅસ્તિત્ત્વ કેળવવું પડશે. ષ/શ વચ્ચેનો વિરોધ મને નાનો લાગે છે. ઉમાશંકર જોષી ભલે જોશી થયા. તેથી તેમની મહાનતામાં કંઇ ફરક નથી પડ્યો. શ્રી. રતિભાઇ ચંદેરિયાએ સાર્થ જોડણીકોશ અને ભગવદ્ગોમંડલ ઇન્ટરનેટ ઉપર મફતમાં ઉપલબ્ધ કર્યા છે, તેની કદરરૂપે અાપણે તે વાપરવા તો જોઇએ, ભલે ખરીદીએ નહીં તો પણ. પહોળા ઉચ્ચારવાળા અૅ અને અૉ અાપણે અંગ્રેજી શબ્દો માટે અનામત રાખવા એ વધારે યોગ્ય લાગે છે. ગુજરાતીમાં તે વાપરવાથી અાપણે “મ્હારું” સુધી પાછા પહોંચી જઇશું. અંગ્રેજીમાં તે વાપરવા સામેના વિરોધનાં કારણોની મને જાણ નથી. જાણકારો જણાવશે તો તેમનો ઉપકાર. સાર્થ / ઉંઝા જોડણી ઉપરની ચર્ચા સૌના અાભાર સાથે અહીં વિરમે છે.
અા સાથે હું એક નવી પોસ્ટ અાદરણીય શ્રી. મહેન્દ્રભાઇ મેઘાણીની લેખન પદ્ધતિ ઉપર શરૂ કરું છું.
October 5, 2009 at 4:47 am |
ઉમાશંકર જોષી જોશી થયા તેથી તેમની મહાનતામાં ભલે ફરક ન પડ્યો હોય, પણ જે રીતે એમણે ભાયાણીને એક ઇ/ઉ, અી/અુ ના મુદ્દે કાયમ માટે ચુપ કરી દીધા તે વીશે તમે શું કહેશો?
સાહીત્ય પરીષદે 1987 માં પાંચ તજ્જ્ઞોની કમીટી નીમેલી, જોડણી-સુધારણાની ભલામણ કરવા સારુ. તે તજ્જ્ઞોમાંના એક ભાયાણી હતા. અમદાવાદમાં હાજર હોવા છતાં, સાબરમતી કાંઠાની પરીષદની ઓફીસમાં ઉમાશંકરની ધાકના કારણે, અને ૧૯૬૪માં ઉમાશંકરે ઘાટ ઘડીને ભાયાણીને પ્રોફસર બનાવ્યા તેના રુણને, પછીની આખી જીંદગી વેંઢારતા ભાયાણી, કમીટીની બેઠકમાં ગયા નહીં.
ૅૉ અને ઍઑ અંગરેજી સારુ રાખીએ તો પછી યુનીકોડે દેવનાગરી સાર, જેના માટે ખાસ કોડ બનાવ્યા છે તેવા નુક્તા વાળા અક્ષરોનો શું વાંક? ગુજરાતી ઉપર ફારસી, ઉર્દુની અંગરેજી કરતાં વધારે અસર છે.
October 5, 2009 at 10:22 am
અા ચર્ચા બંધ કરવામાં અાવી છે.
October 5, 2009 at 11:45 am |
bharatshah Says:
October 5, 2009 at 10:22 am
“અા ચર્ચા બંધ કરવામાં અાવી છે.”
Having waved Umashankar’s “મહાનતા”, irrelevant as it was for the discussion, gagging the respondent can only be practised by Indians with overinflated ego.
October 5, 2009 at 1:04 pm |
Why else would I put up with this, I wonder. Thanks anyway.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ।
October 5, 2009 at 1:39 pm
Your ૐ શાંતિ: શાંતિ: શાંતિ: is bullshit.
I wonder if you know what you are saying.
To pamper your overinflated ego you have started the blog, not for learning anything.
October 5, 2009 at 1:53 pm
Now you have crossed the limit, and have become abusive. Still, a friendly advice. You are being observed by the world at large. Please maintain decorum. It is OK to disagree, but it is never OK to be disagreeable. You may have the last word on this. No more comments will be posted. Thanks.
October 5, 2009 at 2:44 pm
Making an irrelevant comment and then refusing to take the response cannot deserve any better.
October 6, 2009 at 10:48 am
પુનશ્ચ હરિ ઓમ્ !
The discussion on Sarth/Unjha was becoming personal, abusive, repetitive, and unproductive. As a moderator, it was my duty to put an end to lack of decorum. If we cannot control our tempers, and cannot respectfully agree to disagree, there is no hope of reforming anything else. In my last four comments, I had clearly expressed my displeasure with the tone of the debate, to no avail. “Want of decency is want of sense” (विद्या विनयेन शोभते । ), as my late father used to say. With that clear understanding I am reopening the debate, and am inviting all to share their views. It is also preferable to post some suggestions for ways to reform, rather than just fighting over the opinions. We need more light, and less heat. Thanks for the help and cooperation from all.
October 6, 2009 at 12:09 pm
More light, and less heat
સાવ સાચી વાત. આમાં કોઈ અંગત વેર ઝેર ન જ હોય. બધાની ભાષા માટે પ્રીતી એક સરખી છે જ. સૌને ચાલી રહેલી અરાજકતા માટે ખેદ છે, માટે જ આ ચર્ચા ચાલે છે. વીદ્વાનો/ ભાષા શાસ્ત્રીઓ આ જ ભાવથી મળે, અને સર્વ સંમત નહીં તો સમાધાનકારી ઉકેલ લાવે તો આનંદ થશે. બીજા જરુરી સુધારા (ષ, ઋ, અનુસ્વાર, વી.) અંગે પણ જન-કલ્યાણકારી ઉકેલ લાવે તેવી આશા રાખીએ. મ. મેઘાણીએ સુચવેલા લીપી સુધારા પણ આ જ રીતે વીચારવા જરુરી છે. નારાયણભાઈ દેસાઈ ફરીથી વીદ્વાનોને બોલાવે તે માટે આપણે ભેગા મળી રાવ નાંખીએ તો?
October 6, 2009 at 1:26 pm
ગુજરાતી ભાષા અને સાહિત્યના ધૂરંધરો તો અા કાર્ય પાર પાડવા વર્ષોથી મથી રહ્યા છે. દરમ્યાન ભાષાનો ધ્વંસ જારી જ છે. વિદ્વાનોને ભેગા કરવા માત્રથી જ કશું નીપજી શકે, તેમ મને લાગતું નથી. થોડો ઘણો પણ મનનો અને મંતવ્યનો મેળ હોવો જરૂરી છે. સમાધાનની અાશા દેખાય તે પહેલાં ભેગા થવાથી તો માત્ર ઝેર જ બહાર અાવે. ઉંઝા / સાર્થના મુદ્દે હમણાં જો બધા ભેગા થાય તો, એક યા બીજો પક્ષ સભાત્યાગ કરી જવાની શક્યતા સારી એવી રહે છે. બીજો પક્ષ પછી એકલા હાથે તાળી શી રીતે પાડે?
અા બાબતમાં મને શ્રી. કિશોર રાવળે બીજા કોઇ સંદર્ભમાં અહીં એક સૂચન કરેલું, તે પ્રસ્તુત લાગે છે. બંને પ્રકારની જોડણીના હિમાયતીઓ અને તરફદારોને તે પસંદ પડવું જોઇએ, તેમ મને લાગે છે.
કિશોરભાઇનું સૂચન છે કે જોડણીકોશમાં હ્રસ્વ અને દીર્ઘ સમાન ગણીને જ ગોઠવવાં. અત્યારે તે અલગ અલગ હોય છે. દા.ત., (કાલ્પનિક શબ્દો) નલિની, નલીનીધી, નલીનિકા, નલિનિ, અા શબ્દો જોડણીકોશમાં નવા સૂચન પ્રમાણે અનુક્રમે અા પ્રમાણે જોવા મળે: નલિનિમા, નલિની, નલીનિકા, નલીનીધી. (નોંધ: “નલીની” અહીં નથી).
હવે, મારા જેવા કોઇને સાર્થ જોડણી ગમતી હોય, પણ અાવડતી ન હોય, તો તે ઊંઝાનો અાશ્રય લઇ શકે, અને “નલીની” લખે. તદનંતર, જો અને જ્યારે તેને તે જોડણી ચકાસવા માટે ઇચ્છા થાય, ત્યારે કોશમાં જોતાં જ ખબર પડે, કે સાર્થ જોડણી તો “નલિની” છે. ન જૂએ ત્યાં સુધી, કે ત્યાર બાદ પણ, “નલીની” લખવાનું ચાલુ રાખી શકે.
અા માર્ગ સ્વીકારવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, સાર્થ જોડણીકોશને ઉંઝા જોડણીના સ્વીકાર કે અસ્વીકારની મુશ્કેલી રહેતી નથી. ઉંઝાના અસ્તિત્વનો સ્વીકાર તો થાય જ છે. ભવિષ્યમાં જેમ વધુ ને વધુ લોકો ઉંઝા તરફ ઢળતા જાય તેમ તેમ જોડણીકોશ “નલિની” જોડણીને અવશેષ તરીકે રાખે, કે પછી કાઢી નાખી શકે, અને “નલીની” જોડણી – તથા તે દ્વારા ઉંઝા પદ્ધતિ – અાપોઅાપ જ સ્વીકાર્ય બની શકે. હાલના ઉગ્રતાભર્યા વાતાવરણમાં અા સિવાય બંને પક્ષો વચ્ચે સહઅસ્તિત્વ માટેનો, કે મારા જેવાને શાંતિથી જીવવાનો બીજો કોઇ માર્ગ દેખાતો નથી.
શ્રી. મેઘાણીના સુધારા ઉપર અા જ બ્લોગમાં અન્યત્ર ચર્ચા ચાલુ કરી છે.
October 6, 2009 at 5:08 pm
Reply from Uttam Gajjar (appears above out of place):
વહાલા ડૉ. ભરતભાઈ,
તમારી મેઈલ વાંચી મને બેહદ ખુશી થઈ..બ્રેવો – આ છે સ્પોર્ટસ્ મૅન સ્પીરીટ..! આભાર અને ધન્યવાદ.. તમે મુકેલી શરત મને શીરોધાર્ય છે અને આશા રાખું કે સૌ ચર્ચકો પણ તે નીયમો પાળે. દલીલોનું નીરર્થક પુનરાવર્તન, વ્યક્તીગત દોષારોપણ, આત્મીયતાને બદલે દુરત્વ વધારે. જે સમજદારીના સેતુને જ ઉડાડી મુકે !
મુદ્દાસરની વાતો થવી જોઈએ. આપણે ‘જોડણી’ વીશેની વાતોને જ વળગીને ચાલીએ. તમારા બ્લોગના અા મુદ્દાનું મથાળું જ તે સુચવે છે, ‘જોડણી: સાર્થ, અરાજકતા કે ઉંઝા’ પછી તેમાં અન્ય મુદ્દાઓ ઉભા કરવામાં ઔચીત્ય નથી..દેખીતી રીતે જ આ વીષયે ચર્ચા કરનારાઓ ઓછા રહેવાના; કારણ કે લોક તો આને કોઈ મુદ્દો જ ગણતું નથી! ચાલે છે, ને એમ જ ચાલવાનું. આવી માન્યતા!
અને ઘણાં વરસથી ચર્ચા કરનારા તો આપણે ને આપણે જ છીએ! ઈન, મીન ને તીન! મારી વાત સાથે સૌને અસંમત થવાની પુરી આઝાદી હોવી ઘટે, અને સામાના મતને ય સલામ આપવા જેટલી મારામાં ઉદારતા હોવી જોઈએ. તો કદાચ એકમેક માટે સદ્ભાવ રચાય અને તો બનવા જોગ છે કે આપણી વાત ગળે ઉતરવાની એક પાતળી પણ કેડી કંડારાય.
તમે મોકલેલ મેઈલ ન મળી કારણ કે તમે ‘ઉંઝામંડળ’ના સભ્ય નથી એટલે તમારી મેઈલ તે ન સ્વીકારે.. આ મેઈલ હું ‘ઉંઝાગ્રુપ’માં પોસ્ટ કરું છું તે સૌને પહોંચશે..
ભાઈ, ફરી ધન્યવાદ…ઉત્તમ અને મધુ.. સુરત.
October 6, 2009 at 9:20 pm
Dear Uttambhai,
I hope some misguided minds will be amenable to some advice from you. I have sent the following E-mail to the Unjha group:
“I urge you all to get your facts straight, before making any comments regarding the blog. There is some loose talk going on, which should be stopped forthwith. The talk is malicious, self serving, and not helpful in anyway. Please advise your friends and loved ones to observe utmost care and self resraint, rather than becoming a handle of the axe that can destroy a good cause unwittingly. Spare me any and all kind of mud slinging, either at me, or at somebody or someone else”.
October 6, 2009 at 2:14 pm |
In reply to
bharatshah:
October 6, 2009 at 10:48 am.
પુનશ્ચ હરિ ઓમ્ (pasted it there also)
વહાલા ડૉ. ભરતભાઈ,
તમારી મેઈલ વાંચી મને બેહદ ખુશી થઈ..બ્રેવો – આ છે સ્પોર્ટસ્ મૅન સ્પીરીટ..! આભાર અને ધન્યવાદ.. તમે મુકેલી શરત મને શીરોધાર્ય છે અને આશા રાખું કે સૌ ચર્ચકો પણ તે નીયમો પાળે. દલીલોનું નીરર્થક પુનરાવર્તન, વ્યક્તીગત દોષારોપણ, આત્મીયતાને બદલે દુરત્વ વધારે. જે સમજદારીના સેતુને જ ઉડાડી મુકે !
મુદ્દાસરની વાતો થવી જોઈએ. આપણે ‘જોડણી’ વીશેની વાતોને જ વળગીને ચાલીએ. તમારા બ્લોગના અા મુદ્દાનું મથાળું જ તે સુચવે છે, ‘જોડણી: સાર્થ, અરાજકતા કે ઉંઝા’ પછી તેમાં અન્ય મુદ્દાઓ ઉભા કરવામાં ઔચીત્ય નથી..દેખીતી રીતે જ આ વીષયે ચર્ચા કરનારાઓ ઓછા રહેવાના; કારણ કે લોક તો આને કોઈ મુદ્દો જ ગણતું નથી! ચાલે છે, ને એમ જ ચાલવાનું. આવી માન્યતા!
અને ઘણાં વરસથી ચર્ચા કરનારા તો આપણે ને આપણે જ છીએ! ઈન, મીન ને તીન! મારી વાત સાથે સૌને અસંમત થવાની પુરી આઝાદી હોવી ઘટે, અને સામાના મતને ય સલામ આપવા જેટલી મારામાં ઉદારતા હોવી જોઈએ. તો કદાચ એકમેક માટે સદ્ભાવ રચાય અને તો બનવા જોગ છે કે આપણી વાત ગળે ઉતરવાની એક પાતળી પણ કેડી કંડારાય.
તમે મોકલેલ મેઈલ ન મળી કારણ કે તમે ‘ઉંઝામંડળ’ના સભ્ય નથી એટલે તમારી મેઈલ તે ન સ્વીકારે.. આ મેઈલ હું ‘ઉંઝાગ્રુપ’માં પોસ્ટ કરું છું તે સૌને પહોંચશે..
ભાઈ, ફરી ધન્યવાદ…ઉત્તમ અને મધુ.. સુરત.
October 6, 2009 at 5:17 pm |
આપણે માત્ર છાપેલા લખાણ કે કોશને ઉપરોક્ત ટીપ્પણી લાગુ પાડી શકીએ છીએ. ઈંટરનેટનું શું? ગુગલનું સર્ચએંજીન જો દીર્ઘ અને હ્રસ્વનો ભેદ હાલ મુજબ રાખે તો મારા જેવા ઈંટરનેટીયાને ઘણો બધો સન્દર્ભ જતો કરવો પડે એમ છે. વળી, આવી વ્યાપારી સંસ્થાઓ વીદ્વાનોની સેવા લેતી હશે કે કેમ, અને યોગ્ય ઉકેલ માટે મથતી હશે કે કેમ, એ બહુ મોટો સવાલ છે.
October 6, 2009 at 10:08 pm |
Bharatbhai-Read the very first comment-
શાંતિપૂર્વક પોતાનાં મંતવ્યો વ્યક્ત કરવા અામંત્રણ છે.
ShantiPurvak- word made me laugh-
October 6, 2009 at 10:13 pm |
Bharatbhai-I tried to warn you in my very first comment of this huplah.
“શાંતિપૂર્વક પોતાનાં મંતવ્યો વ્યક્ત કરવા અામંત્રણ છે.
ShantiPurvak- word made me laugh”
October 7, 2009 at 9:11 am |
અનુભવ જેવો કોઇ શીક્ષક નથી, અને તેના જેવો કોઇ કડક શીક્ષક નથી. તમારી વાત મને તે વખતે પણ સમજાઇ હતી. દુર્ભાગ્યે સર્વસામાન્ય અનુભવ નિરાશાજનક જ છે, પણ અાશાવાદી થયા વિના ક્યાં કોઇ કામ થઇ શકે છે? ગુજરાતી ભાષા-સુધારણાના અા પાસાનું મથાળું મારે, “જોડણીની ચર્ચા: સાર્થ, કે નિરર્થક?” એમ અાપવું જોઇતું હતું. તેમ કર્યું હોત, તો તેનો જવાબ તરત જ, અને ગંજાવર વધુમતિથી મળી ગયો હોત.
એક યા બીજા પ્રકારની જોડણીની વ્યવસ્થા કેમ સ્વીકાર્ય નથી થઇ શકતી, તેનું એક મહત્ત્વનું કારણ તેના હિમાયતીઓનું વ્યક્તિત્વ જ હોય છે. કેટલી યે ઉમદા વ્યવસ્થાઓ અા રીતે સદાને માટે વિલીન થઇ ગઇ છે.
મને હાસ્ય તો ગમે જ છે, પણ ગૌરવપૂર્વક એક સામાન્ય મુદ્દા ઉપરની ચર્ચા ય અાપણે નથી કરી શકતા, તે જોઇને મારું મસ્તક શરમથી ઢળી પડે છે. કોઇ પણ સુધારણાની વાત અંતે તો લોકજાગૃતિ અને પાયાની કેળવણી ઉપર અાવીને જ અટકે છે. અાપણે બની શકે તેટલું કરી છૂટવું.
October 7, 2009 at 4:03 am |
मित्रो,
आ चर्चामां हुं तो घणो मोडो जोडाई रह्यो छुं. मने लिङ्क ज आजे मळी. मने लागे छे के जोडणीने बोलाती भाषाने लेखनस्थ करवा माटेनी एक व्यवस्था तरीके निहाळीए तो घणा लाभ थाय. उंझा जोडणीने सुधारो गणवो के न गणवो एनी चर्चा अर्थहीन छे. व्यवस्थामां परिवर्तन आणवानुं ए एक सूचन छे एटलुं मान्य करीए तो पर्याप्त छे.
भूलवुंमां भू दीर्घ होय, भुलावुंमां भु ह्रस्व आवे, भूलववुंमां दीर्घ आवे, भुलाववुंमां ह्रस्व आवे, भूलनारमां दीर्घ आवे, भूलणमां दीर्घ आवे, भुलभुलामणीमां बन्ने ह्रस्व आवे – आवी व्यवस्था जे सार्थ कोशना नियमोथी मूर्त थाय छे तेने व्यवस्था कही शकाय खरी? आवी व्यवस्थाने Standard कई रीते मानी शकाय? साव सामान्य माणस पण पारखी शके के आवी रीतना उच्चारो आपणे करता नथी.
एक ई-उ आ अव्यवस्थाने दूर करवानो आबाद उपाय छे. उंझा परिषद ज्यारे मळी त्यारे अन्य मुद्दाओ पण चर्चाय एवुं मारुं सूचन हतुं. पण एक ई-उनी वाते य ज्यारे आटलो विरोध जगाव्यो हतो, त्यारे अन्य मुद्दाओने छंछेडवा नहि, एवा आशये मात्र एक ई-उ पर ध्यान केन्द्रित करवामां आव्युं. भूतकाळमां शुं थई गयुं अने जे थयुं ए माटे कोण जवाबदार ए विषये कोई विवाद करवा जेवो नथी. हवे शुं करवुं ए महत्त्वनुं छे.
October 7, 2009 at 4:17 am |
माननीय किशोर रावळनी एक आखी टिप्पणी अहीं फरी मूकुं छुं जेमां मारी टिप्पणी देवनागरीमां आपी छे. मारो अभिप्राय देवनागरी लिपिमां लखी मोकलुं छुं.
Author: kishor raval. Comment:
કોશની મહત્તા
આપણે ’ઊંઝા’ જોડણીની વાત કરીએ એ પહેલાં હું વાત કરવા માંગું છું કોશની, Dictionaryની. એમ કરવાની પાછળ જોડણીના પ્રશ્નો સરળ કરવા માટે કોશ એવું અમોઘ સાધન છે તે રજૂ કરવાનું.
અગ્રેજીમાં compliment લખવું કે complement લખવું, borrow લખવું કે thorough, એવાં( एवा – अनुस्वार शा माटे?) પ્રશ્નો કદી ઉદ્ભવતા નથી તેનાં બે કારણો છે. એક, સૌ પાસે અગ્રેજી dictionary હોય જ અને બે, શંકા પડે ત્યારે એમાં શબ્દ જોઈ, અર્થ ચકાસી કયો spelling વાપરવો એ નક્કી કરે. એ dictionary વાપરવાની શિસ્ત નિશાળથી માંડીને જીવનના જે જે ક્ષેત્રમાં લખવાનું આવતું હોય ત્યાં સુધી ફેલાયેલી છે. સૌને ખોટો spelling ખટકે. વિદ્યાર્થીઓને સાચાં (चा – अनुस्वार शा माटे?) spelling માટે Spelling Bee જેવી સ્પર્ધા રાષ્ટ્રીય સપાટીએ રચાય, ઇનામો મળે. લખનારા સૌન(ने) એ બાબતનો ગર્વ હોય છે.
ना जी, मुख्य कारण तो ए छे के इङ्ग्लिशमां जोडणी अङ्गे आपणा छे एवा कोई नियमो नथी. जोडणीमां उच्चारनुं यथातथ प्रतिबिम्ब पाडवुं आवश्यक न होवाथी अमुक ठरावेली जोडणीथी आंखो केळववी पडे छे. कोश जोया वगर केटला लोको शुद्धलेखन करी शकता होय छे, कोश केटला लोको पासे होय छे अने एनो उपयोग केटला लोको खरेखर करी शके छे एनुं श्रद्धेय सर्वेक्षण प्रस्तुत कर्या वगर //
સૌ પાસે અગ્રેજી dictionary હોય જ અને બે, શંકા પડે ત્યારે એમાં શબ્દ જોઈ, અર્થ ચકાસી કયો spelling વાપરવો એ નક્કી કરે. એ dictionary વાપરવાની શિસ્ત નિશાળથી માંડીને જીવનના જે જે ક્ષેત્રમાં લખવાનું આવતું હોય ત્યાં સુધી ફેલાયેલી છે. સૌને ખોટો spelling ખટકે// एवां विधानो गळे उतारी शकाय नहि. आजे सङ्गणकीय लखाणो माटे स्पेल-चेक राखवा पडे छे ते ज खरी परिस्थिति सूचवे छे. इ-उनुं ह्रस्व-दीर्घत्व इङ्ग्लिश भाषामां अर्थभेदक छे माटे एमनी भाषामां इ-ई-उ-ऊ, एम चारेय वर्णो छे. पण लिपिमां एवो भेद न होवाथी एवो विनियोग कर्या विना पण गाडुं गबडे छे. आपणी भाषामां तो इ-उनुं ह्रस्व-दीर्घत्व अर्थभेदक नथी, ए सौ भाषाविदोए एकमते स्वीकारेलुं छे. पण लिपिमां एवो भेद छे माटे एमना विनियोग माटेना नियमो घडवामां आव्या छे. ए नियमो गुजराती भाषाना ध्वनिस्वरूपने अनुरूप नथी. तर्कनी चकासणीमां पण ऊणा ऊतरे छे. एटले मोटा भागनी भूलो आ इ-ई अने उ-ऊ अङ्गे सर्जाती होय छे.
અને આપણે ત્યાં ’શીલા ચડવા ગઈ અને શીલા પર લસરી પડી’, ’મારા પિતા ચા પિતા બેઠા છે’, ’હું આજે નીશાળે જવાનો નથિ’ એ બધું ચાલે એમ કેમ? એક કોશ ખરીદો, એમાં શબ્દો જોઈ લેવાનો મહાવરો પાડો એટલે જોડણીનાં ઘણાં ઘણાં પ્રશ્નોનો અંત આવે.
ना जी, भूलवुं मां भू दीर्घ होय, भुलावुंमां ह्रस्व आवे, भूलववुंमां दीर्घ आवे, भुलाववुंमां ह्रस्व आवे, भूलनारमां दीर्घ आवे, भूलणमां दीर्घ आवे, भुलभुलामणीमां बन्ने ह्रस्व आवे – आवा प्रश्नोना अन्त माटे दरेक वार कोश जोवो पडवानो होय तो एवी जोडणी-व्यवस्थामां नक्की ज कंईक दोष छे एम समजवुं मुश्केल नथी.
કોશની ખામીઓ
જેમ ગણિતના Log કે Trigના કોઠાઓમાં ભૂલ ન ચાલે, Errata ન જ લખાય તેવું કોશનું છે. ભાષા વહેટી(ती) છે, પરિવર્તનશીલ છે અને અવારનવાર એમાં થતા રહેતા ફેરફારોને સમાવવા નવી આવૃત્તિઓ બહાર પડતી રહેવી જોઈએ. ગુજરાતીનો પહેલો પ્રમાણભૂત કોશ વિદ્યાપીઠનો ’સાર્થ જોડણીકોશ છે. અર્ધી સદી સુધી કોઈ નવી આવ(वृ)ત્તિ બહાર ન પડે અને પછી પાડી એમાં અસંખ્ય ભૂલો હોય અને ભૂલોને હલ કરવા ભૂલવાળી પૂર્તી બહાર પડે એ શોચનીય છે. છતાં પણ, એ દોષો છતાં કોશ વાપરવો એ દર વખત તત્સમ, તદ્ભવ, વ્યાકરણની ચર્ચા કરવા કરતાં હજાર દરજ્જે સહેલું છે. આ લેખ પૂરતું હું વિદ્યાપીઠના કોશને પ્રમાણભૂત ગણી આગળ ચાલું છું. (तो पछी पूर्ती-शिखववी-ऊपाडो एम केम? पूर्ति-शीखववी-उपाडो एम जोडणी न होवी घटे?) રતિભાઈ નાયકના ’નાનો કોશ’, ’મોટો કોશ’; ગાલાનો ’વિશાળ કોશ’, રતિલાલ ચંદેરિયાનો internet પર ’gujaratilexicon’ અને ’ભગવદગોમંડળ’ એ બધા જ ઉપલબ્ધ છે. જોડણી માટે એમાંનો કોઈ પણ ચાલે.
કોશમાં શબ્દોનો ક્રમ ખાલી કક્કાના ક્રમ પ્રમાણે અંગ્રેજીના abcdef ની સરળતાથી નથી ચાલતો. હ્રસ્વ ’ઇ’ની સંજ્ઞાઓ (’પિતા’ અને ’સીતા’), અનુસ્વારો (’અંત’ કે ’અન્ત’), કેટલીક વ્યંજન-અને-સ્વરનીસંયુક્તિ (જા’, જી, રૂ, દૃ, હૃ..), કેટલાક ’ર’ સાથેના(नां – अनुस्वार आवे) જોડાણો (’પ્રકાશ’, ’અર્થ’, ’ટ્રામ’, ’દ્રાક્ષ’, ’મિત્ર’, ’શ્રી’ ), કેટલાંક જોડાક્ષરો (’ક્ક’, ’હ્મ’, ’હ્ય’, ’શ્વ’, ’શ્ચ’, ’ત્ત’, ’દ્દ’, ’દ્ય’, ’દ્ધ’ જેવા) ક્રમ સમજવો અઘરો કરે છે અને કોશમાં શબ્દો કઠણ બનાવે છે. લોકોને કોશમાં શબ્દો જોતાં રોકે છે.
’અઙ્ક’, ’પઞ્ડિત’(पण्डित होय पञ्डित नहि) જેવા પ્રયોગો નાબૂદ કરવા જોઈએ નહીં? (शा माटे? हुं तो अङ्क-पण्डित एम लखवुं वधु योग्य गणुं)
હ્રસ્વ દીર્ઘ ’ઇ’ અને ’ઉ’ને લીધે મગજમાં સાચી જોડણી ન હોય તો શબ્દો શોધવા અઘરા બને છે. એક જ દાખલો આપીશ. મનમાં ઘૂસી ગયું હોય કે ’નીતિ’માં હ્રસ્વ ’નિ’ છે તો શબ્દ મળે જ નહી, બધા ’નિ’ ફેંદી વળો તો પણ. એનો એક ઉપાય પણ સૂચવું. બધા, હ્રસ્વ-દીર્ઘ ઇ એક સાથે રાખીએ. પછી કોશમાં શબ્દોનો ક્ર્મ નિત, નિતનવું, નિતરાણ, નિતરામણ, નિતરાવવું, નિતલ, નિતંબ, નિતંબિની, નિતાર, નિતરવું, નીતરવું, નીતર્યું, નિતારવું,
નિતારાવવું, નિતારાવું, નિતાંત, નીતિ, નીતિકથા, ….એ ક્રમમાં હોય. ’નિ’ અને ’ની’ વાળા શબ્દો એક સાથે મળે અને ખોજ સહેલી બનાવે. એવું જ ’શ’ અને ’ષ માટે; ’ઋ’, ’રુ, અને અને ’રૂ’ માટે; અને ’જ’ અને ’ઝ’ માટે; ’જ્ઞ’ અને ’ગ્ન’ માટે.
અનુસ્વારોનો વપરાશ સમજાવવા સુન્દરમ્નું અનુસ્વાર અષ્ટક વપરાય છે. તે એક રમત તરીકે ઠીક છે પણ એ પૂરતું નથી. જરા વિગતમાં, દાખલાઓ સાથે આપવાની જરૂર છે.
સામાન્ય રીતે જે શબ્દોમાં ભૂલ થતી હોય (દા.ત. ’હૃષીકેશ’), કે ખોટી રીતે ઊલટસૂલટ થટી હોય તેવા શબ્દો (’પોણો’ અને ’પોણી’, ’યાદ’ અને ’યાદી’) જેવાં એકઠાં(ठा – अनुस्वार शा माटे?) કરી એક જગાએ મળે એવું હોય તો ’ચટપટ’ સાચી જોડણી શીખવી સહેલી પડે.
’ગુજરાતીઓ બોલે એવું લખે’ કહી આપણને કોશમાં ઉચ્ચાર દેખાડવાની કોઈ ધગશ નથી. લખીએ ’ઝાડ’, બોલીએ ’જાડ’. અને એ મજા ’મઝધાર’, ’ઝડપ’, ’ઝંઝાવાત’, ’બાઝવું’, ’ઝાકઝમાળ’ , ’ઝંખના’…એ બધામાં લખાય ’ઝ’ અને બોલાય ’જ’. પણ જરા ઊભા રહો. ’નિઝામ’માં શું? ’ઝિમ્બાબ્વે’માં શું? ’ઝોન’માં? ’ઝીરો’માં? ’ઝીબ્રા’માં?
(झ अने ज़ स्वतन्त्र घटक तरीके स्वीकाराय तो बन्ने माटे भेदक अक्षरो लिपिमां फाळववा पडे – वळी सर्वसामन्यतया गुजराती जनता आ उच्चारभेद जाळवती होती नथी)
એમ જ ’ફટાકડો’ અને ’ફોટો’ના ’ફ’ જુદા. પહેલો પૂરો ઓષ્ટ્ય અને બીજો દંતોષ્ટ્ય!
( फ अने फ़ ए भेद गुजराती भाषामां सर्वथा जळवातो नथी. केटलाक बधे वखते फ़ उच्चारे छे, केटलाक बधे वखते फ़ उच्चारे छे तो केटलाक कोई पण निश्चित नियम वगर बन्ने उच्चारे छे.)
’ડોલ’ અને ’કડી’ના ’ડ’ જુદા. ’મસોતું’નો ’સ’ એવો કે ’સ’ પણ નહીં અને ’હ’ પણ નહીં.
( आ वात गुजरातीनी बधी ज बोलीओने लागु पडती नथी.)
’આંબાનો મોર’ અને ’ઢેલનો મોર’ બોલાય જુદા.
( आ वात पण गुजरातनी बधी बोलीओने लागु पडती नथी. सौराष्ट्रमां तो बहुधा मोर ए ज उच्चार होय छे.)
અગ્રેજી શબ્દોની જેમ એક ’મૉર’ અને બીજો ’મોર’ કહી દર્શાવી શકાય.
’ફુલવડી’ ભલે લખાય એમ પણ બોલવામાં ’ફુલવ્ ડી’. લખાય ’અમદાવાદ’, બોલાય ’અમ્દાવાદ’, ’રચના’ બોલાય ’રચ્ના’, ’કંપની’ બોલાય ’કંપ્ની’. ગુજરાતમાં ઉછરેલાઓને આ પ્રશ્ન ઊભો થાય છે. જેને ગુજરાતી આવડતું ન હોય તેને માટે ઉચ્ચારદર્શન વધુ જરૂરી છે.
અગ્રેજી કોશમાં શબ્દોના ઉચ્ચારો ચોક્કસ દેખાડવા અલગ અલગ પરિભાષા વપરાય છે. પરિણામે સાંકડા અને પહોળા ઉચ્ચારો બરોબર નિર્દેશાય. આપણ કોશમાં ’આલ્કોહૉલ’, ’ઇન્ડોર’, ’ઇલેક્ટ્રિક’, ’એજ્યુકેશન’, ’ઍડ્રેસ’, ’એમોનિયા’, ’કેફિન’, ખટકવા જોઈએ નહીં?
पण एकदम चुस्तपणे जोईए तो ऑक्सफॉर्ड कोशनी उच्चारटीप मुजब आपणो ओ-कार तो इङ्ग्लिशमां आमेय नथी. goat-goal जेवा शब्दोना लिप्यन्तरणमां आपणे ज्यां ओ-कार बताडीए छीए ( गोट-गोल) त्यां उच्चारटीपमां əʊ (gəʊt-gəʊl) होय छे, god-hot जेवा शब्दोना लिप्यन्तरणमां आपणे ज्यां ऑ-कार बताडीए छीए (गॉड-हॉट) त्यां उच्चारटीपमां ɒ होय छे (gɒd-hɒt) होय छे. ball-hall जेवा शब्दोना लिप्यन्तरणमां आपणे ज्यां ऑ-कार बताडीए छीए (बॉल-हॉल) त्यां उच्चारटीपमां ɔ:(दीर्घ) होय छे (bɔ:l-hɔ:l) होय छे. toy-boy जेवा शब्दोना लिप्यन्तरणमां आपणे ज्यां ऑ-कार बताडीए छीए (गॉड-हॉर्स) त्यां उच्चारटीपमां ɔ(ह्रस्व) होय छे (tɔ:i-bɔi) होय छे. computer-economy जेवा शब्दोना लिप्यन्तरणमां आपणे ज्यां ऑ-कार बताडीए छीए (कॉम्प्यूटर-इकॉनॉमी) त्यां उच्चारटीपमां ə (अ-कार) होय छे [kəmpju:tə(r)-ikɒnəmi] होय छे! एटले आम जुओ तो कोशमांनुं घणुं घणुं खटके! पण एनो कोई उपाय नथी कारण के आ माटे कोई सुनिश्चित व्यवस्था आपणे घडी नथी.
’આલ્કોહૉલ’, ’ઇન્ડોર’, ’ઇલેક્ટ્રિક’, ’એજ્યુકેશન’, ’ઍડ્રેસ’, ’એમોનિયા’, ’કેફિન’, नी उच्चारटीपो जुओ: ælkəhɒl, ind ɔ:(r), ilektrik, edjʊkeiʃ(ə)n, ədres, əməʊniə, kæfi:n अने ए मुजब खरी जोडणी तो ઍલ્કહૉલ, ઇન્ડૉર, ઇલેક્ટ્રિક, એડ્યુકઇશન, અડ્રેસ, અમઉનિઅ, કૅફીન एम थवी जोईए! एमांय एवा बे प्रकारना ओ-कार माटे आपणे ऑ ज वापरी रह्या छीए ए याद राखीए!
’ઊંઝા’ વિષે: એમના દાવાઓ હું સમજ્યો છું એ પ્રમાણે મારા જવાબો સાથે નીચે આપું છું
દાવો ૧ : ગુજરાતી જોડણી શિખવવી અઘરી છે.
જવાબ: શિક્ષકોને કોઈ અધિકાર નથી. એમની જવાબદારી તો અઘરું હોય એને સમજવું સહેલું કરવાનું છે.
किशोरभाईनी वात साथे सहमत छुं. शिक्षकोने माटे जोडणी शीखववी सहेली छे के अघरी ए वातने हकीकतमां महत्त्व नथी. पण ए जोडणी आपणी भाषाना ध्वनिस्वरूपने सुसङ्गत छे के नहि ए तो महत्त्वनुं गणुं छुं. बधे ठेकाणे इ-कार अने उ-कारमां ह्रस्व-दीर्घनी उपस्थिति समान्तर होय छे त्यारे एक अन्त्य स्थानमां एवो ते केवो जादु छे के ई-कार दीर्घ पण उ-कार ह्रस्व राखवो पडे छे?
ए ज रीते एक अक्षरना शब्दोमां एवो ते शो जादु छे के बधे स्थाने नासिक्य ऊँ-कार दीर्घ होय ते एक अक्षरना शब्दोमां ह्रस्व उँ थई जाय छे (हुं-तुं-शुं) अने बधे अन्त्य स्थाने आवेला ह्रस्व उ-कार एकाक्षरी शब्दोमां दीर्घ थई जाय छे(छू-लू-जू)? आवी विचित्रतानुं कोई रीते समर्थन करी शकाय नहि.
દાવો ૨: ’ઊંઝા’ પ્રમાણે જોડણી સ્વીકારીએ એટલે ભૂલો ઓછી થઈ જાય.
જવાબ: એક ગામમાં મહિને સરેરાશ ૧૦૦ ખિસ્સા કતરાય, ૧૦ ઘરોમાં ચોરી થાય અને એક ખૂન થાય. અને આપણે નક્કી કરીએ કે ખિસ્સાકાતરુના કેઈસ આપણે ગુનાઓમાંથી રદબાતલ કરીએ અને પછી છાતી ફુલાવતાં ફરીએ કે ગુનાઓ ૧૧૧માંથી આજે ૧૧ જ થઈ ગયા. કેવો ખાસ્સો ગુનાખોરીમાં ૯૦ ટકાનો ઘટાડો!
आ ज वातने जरा जुदी रीते मूकी शकाय – एक गाममां पंचायत अचानक नक्की करे के खमीसनुं खिस्सुं डाबी बाजु ज होवुं जोईए – अने जमणी बाजुए खिस्सुं होय तो ते गुनो गणाय – पछी सरपञ्च फुलाय के जुओ अमे केटला गुनेगारो शोध्या! जोडणीनी बाबतमां आवां दृष्टान्तो अनुचित छे.
દાવો ૩: કોશના શબ્દોમાં કેટલા ’ઇ’, ’ઈ’, ’ઉ’ ’ઊ’ આવે છે એની ગણતરી કરાવી એમાંથી બહુ વૈજ્ઞાનિક લાગે એમ આંકડાઓ આપ્યા છે કે કેટલો સુધારો થાય. જવાબ: છપાયેલા લેખોમાંથી ’ઇ’, ’ઈ’, ’ઉ’ ’ઊ’ ની frequency શોધવાને બદલે કોશમાંથી તારવણી કાઢવામાં આવી છે. એ આંકડાઓ ખોટા અને એનું ગણિત ખોટું છે. કોઈ statistics જાણનારાની મદદ લેવી જોઈતી હતી.
जो ऊंझाना समर्थकोए आवा आंकडा आप्या होय तो ए भूल ज गणाय. ऊंझानो तर्क समजावती वखते मात्र ध्वनिशास्त्रनो अने नियमोनी अतार्किकतानो हवालो आपवो जोईए.
અને છેલ્લે હવે એ લોકો કહે છે જેને કૉફી પીવી હોય તે કૉફી પીએ અને ચા વાળા ચા પીએ. એમ ગમે તે ચાલે. મને થાય આટલી લાપરવાહી શાને? એમ જ હતું તો આટલો ’ઊંઝા’નો અર્થવગરનો ઊપાડો શાને?
जेनो विनियोग शक्य नथी एवा नियमो घड्या पछी बीजी बधी वातो व्यर्थ थई जाय छे. एने लीधेस्तो आजे सौ पोतानुं मनगमतुं पीणुं पीता होय छे! आ परिस्थिति सारी छे के खराब एनी चर्चा नथी करवा इच्छतो – पण ए ज हाल प्रवर्ते छे ते तो स्वीकारवुं पडशे. गुजराती साहित्य परिषदना बॅनर पर ज साहीत्य एवी जोडणी जुओ त्यारे शुं कहेवुं!
NB अहीं अमुक युनीकोडेड रोमन अक्षरो देखाता नथी. आ आखो पत्र कॉपी करीने वर्ड डॉक्युमन्टमां पेस्ट करो अने पछी आखा लखाणने Arial Unicode MS fontमां फेरववाथी बधा अक्षरो बराबर देखाशे.
October 7, 2009 at 10:58 am |
નિશીથભાઇ, વિશદ્ છણાવટ બદલ અાભાર.
૧. અાપણે જો પરસ્પરનાં લખાણોમાંની ભૂલો શોધ્યા કરીશું તો તેનો અંત જ નહીં અાવે, અને મૂળ વાત અાઘી રહી જશે. વળી, અાપણામાંથી કોઇને ય લખતાં જ નથી અાવડતું, એ બાંધી મૂઠી ખૂલી જશે. અા પ્રવૃત્તિ અાપણે અાગળ ન વધારીએ એ ઇચ્છનીય છે. મને વાંધો નથી, અને માત્ર જાણવા માટે જ પૂછું છું કે તમે દેવનાગરી લિપિમાં ગુજરાતી પૂર્ણવિરામ શી રીતે લખી શક્યા? મારાથી તો એ નથી થઇ શકતું.
૨. અનુસ્વારો માટે જો અાપણે અર્ધા ઙ, ઞ, ણ, ન, મ લખવાનું રાખીએ, તો તેથી સરળતા નહીં થાય. ખાસ કરીને તો જ્યારે, તમે દર્શાવ્યા મુજબ શ્રી. કિશોર રાવળ જેવા સિદ્ધહસ્ત લેખકને પણ જો અનુસ્વારો બદતા ન હોય.
૩. હિંદીમાં વપરાતા, નીચે ટપકાંવાળા અક્ષરોની પણ એ જ મુશ્કેલી છે. અલબત્ત, અા બાબતમાં અાપણો અંગત અાગ્રહ ભિન્ન હોય, અને તે સાચો પણ હોઇ શકે.
૪. સાર્થ જોડણીકોશ કદાચ ધર્મની કોઇ જૂની અાજ્ઞાની જેમ, અાજના જીવન સાથે સંબદ્ધ ન રહ્યો હોય તેમ બને, અને મહાત્માજીના મંતવ્યની ઉપરવટ જવાની અાપણે ધૃષ્ટતા ન કરીએ (જો કે મહાત્માજીને ન ગણકારવાની તો હવે ફૅશન છે). મહાત્માજીએ કોશને સુધારી ન શકાય તેમ ક્યારે ય કહ્યું નથી. વાસ્તવિકતા તો એવી છે કે અાપણે જાણે કે સ્પ્રેપેઇન્ટના ડબામાં હ્રસ્વ અને દીર્ઘ ઇ/ઈ અને ઉ/ઊ ભરીએ છીએ, સાથે ઢગલાબંધ અનુસ્વારો તેને ઓગાળવા માટે ઉમેરીએ છીએ. પછી અાખું પાનું લખ્યા બાદ, તેના ઉપર એ છાંટીએ છીએ. અામાં ન ગમવા જેવું શું છે? કળાની કંઇ કદર તો થવી જોઇએ કે નહીં?
જોડણીની મોટા ભાગની “ભૂલો” ઇ/ઈ અને ઉ/ઊ સંબંધિત હોય છે. અને તેમની વચ્ચેના “ભેદોની ભીંત્યું હવે ભાગવી (ઝ. મેઘાણી)” જોઇએ. જોડણીકોશ “સાર્થ શબ્દકોશ” બની રહે. પછીથી સ્વેચ્છાએ જોડણી કરવાનો સવાલ જ નહીં રહે. મહાત્માજીની સારી યે જિંદગી સ્વચ્છંદની વિરુદ્ધ, અને મુક્તિની તરફેણમાં લડવામાં વિતી હતી. તેઓને અા જરૂર ગમ્યું હોત, એમ મને લાગે છે. પ્રજા અને ભાષાના ભોગે તે જોડણીને બચાવવાનું પસંદ ન કરત. અલબત્ત, મહાત્માજીના મનને અાપણે પામી ન શકીએ.
એમ લાગે છે કે સાર્થ જોડણીકોશ, કે જે કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતને એક ઉત્તમ અર્પણ હતું અને છે, તે હવે “સ્વેચ્છાપૂર્વકની” જોડણી દૂર કરવાને બદલે અનાયાસે જ કદાચ એક નિરર્થક જોહૂકમીનું વાહન બની ગયો છે. તેના સંપાદકો અને ઊંઝા જોડણીના પુરસ્કરતાઓના હઠાગ્રહી વલણથી એક મડાગાંઠ ઊભી થઇ છે, અને ગુજરાતી ભાષાની કુસેવા થઇ રહી છે. બાંયો ચડાવવાને બદલે (રખેને સ્નાયુઓનો અભાવ છતો થઇ જાય), ઠંડા કલેજે અા વિચારવાની જરૂર છે. વિદ્યાપીઠ ઉપરાંત, પરિષદ, યુનિવર્સિટી, અૅકેડેમી, ઇત્યાદિએ સાથે મળીને કરવા જેવું અા કાર્ય છે.
October 7, 2009 at 1:44 pm
भरतभाई,
तमे जो मारी टिप्पणी ध्यानथी वांचशो तो जणाशे के एमां भूल काढवानो नहि, चर्चा करवानो ज अभिगम छे. किशोरभाई रावल तो मारे त्यां आवी गया छे अने एमनी कोई टीका करवानो तो कोई सवाल ज नथी. महात्माजीए ए वखते प्रवर्तती अराजकताने स्थाने निश्चित व्यवस्था आणवाना आशयथी जोडणीकोश कराव्यो. पण श्री के. का. शास्त्रीजीने एमणे कह्युं हतुं के आनाथी सुधारानां द्वार बन्ध थतां नथी. श्री रामजीभाई पटेल अने श्री उत्तमभाई गज्जरे आखुं गुजरात घूमीने जोडणी विषये चर्चा करवा अनेकोने उद्यत कर्या. एमनो तो आग्रह हतो ज के आ काम गुजरात विद्यापीठने उपक्रमे थाय. पण विद्यापीठे एमने सदन्तर अवगण्या. 10 वर्षना प्रयत्नो पछी उंझा परिषद भराई. तमे कहो छो ते तो साचुं ज छे के साहित्य परिषद. विद्यापीठ वगेरेए मळीने करवा जेवुं आ काम छे. पण एमणे करेली उपेक्षा पछी ज आ थयुं छे. छतां उंझा निर्णयना पुरस्कर्ताओने कोई छोछ नथी. फरीथी संवाद सधाय एनाथी वधु रूडुं शुं! मारी पासेना Key-board driver परथी पूर्णविराम सीधेसीधो मळी रहे छे.
October 7, 2009 at 7:18 pm
એક નક્કર સુચન આપું છું -
મુળ લખાણ અને ચર્ચાની પ્રીન્ટ લઈ. તેની નકલ ગુ. વીદ્યાપીઠ, ગુ. સાહીત્ય પરીષદ અને ગુ. સાહીત્ય અકાદમીને મોકલી આપો. સાથે સૌ ભાગ લેનારનાં ઈમેલ સરનામાં પણ આપો.
બધાના વતી વીનંતી કરો કે આ અંગે મુકત મન રાખી ચર્ચા કરવા તૈયાર હોય તે સૌની એક મીટીંગ બોલાવવામાં આવે – સાહીત્ય પરીષદના નેજા હેઠળ – માનનીય નારાયણ દેસાઈના પ્રમુખપણા નીચે – જે વીદ્યાપીઠ અને પરીષદ બન્નેના અધ્યક્ષ છે.
October 7, 2009 at 8:36 pm
ભાઇશ્રી. સુરેશભાઇ, તમારું સૂચન ઉમદા છે, અને તેમાં કંઇ જ વાંધો ન હોઇ શકે. પરંતુ, મને લાગે છે કે થોડાઘણા પણ મનના મેળ વગર બધાંને ભેગા કરવાનું જોખમકારક છે, કે જે હું હાલમાં અનુભવી રહ્યો છું. સહુ કોઇને અા બ્લૉગ ઉપર અાવીને વાંચવાની, અને ચર્ચામાં જોડાવાની છૂટ, વિનંતી તથા અામંત્રણ છે. જેટલી ચર્ચા અહીં પતી જાય તેટલી પતાવી દેવી જોઇએ. અહીં બધી જ માહિતી ઉપલબ્ધ છે, જાહેરમાં છે (મેં હજુ સુધી તો કોઇની પણ પોસ્ટ, ગમે તેવી હોય તો પણ, સંચાલક તરીકે રદ કરી નથી), અને સૌને સુલભ છે. પરિષદ, ઇત્યાદિના હોદ્દેદારો જો અા બ્લૉગની મુલાકાત લે, તો હું ઉપકૃત થઇશ, અને માતૃભાષાનું ઋણ થોડું ઓછું કરવાની તક બદલ ધન્યતા અનુભવીશ.
October 8, 2009 at 10:06 am
કોઇ પણ ચર્ચા કરવાનું કામ પ્રમાણમાં સહેલું હોય છે, પણ તે ચર્ચાને કોઇ દિશા હોવી જોઇએ. ઘણા જ ટૂંકા સમયમાં, કંઇ થઇ શકે તેમ છે કે નહીં, શું કરવું જોઇએ, તે સ્વીકાર્ય છે કે નહીં, તેનાથી તે પ્રશ્નનો અડધોપડધો ઊકેલ પણ અાવી શકશે કે કેમ, વાટાઘાટ માટે સમય પાકી ગયો છે કે નહીં, તેની ખબર પડી જવી જોઇએ. કંઇ પણ કરી શકવા માટે જો સમય હજી પાક્યો ન હોય, તો તે પણ સ્પષ્ટ થઇ જવું જોઇએ. કોઇ ધ્યેય વિનાની, અનાદિ, અનંત, ચર્ચા ખાતરની ચર્ચા, મને પસંદ નથી.
અાપણે સૌ અાપણા મિત્રોને પણ અામાં સત્વરે જોડાઇને તેમના અભિપ્રાયો વ્યક્ત કરવા વિનંતી કરીએ, જેથી કોઇનો અભિપ્રાય સાંભળવાનું બાકી ન રહી જાય. કોઇની પાસે સત્ય ઉપરનો ઇજારો નથી. બધી દિશામાંથી ઉત્તમ વિચારોને વધાવીએ. જો અા ચર્ચા સરળતાથી, મતભેદો નિવારતી નિવારતી, અાગળ વધ્યા કરે, તો અા વર્ષ (૨૦૦૯)ના અંત સુધીમાં તેનો એક તબક્કો સમેટી લેવાની ધારણા છે. ભાષા સુધારણાનાં બીજાં કેટલાંક પાસાં અાજકાલમાં ચર્ચા માટે ખુલ્લાં મૂકવાની ઇચ્છા છે. તે ઉપરાંત પણ બીજું કંઇક વિચારવા યોગ્ય લાગે તો તે સૂચવવા વિનંતી છે.
સાહિત્ય અને ભાષાના કર્ણધારોને વિનંતી કે ભારે મોંઢે દૂર બેસીને ખાસ સન્માનની રાહ જોયા વગર અા કામમાં માર્ગદર્શન અાપે. ભાષાશાસ્ત્રીઓ પણ નવા નિશાળિયાઓની અા બાલિશ રમત માણવાને બદલે તેને ઉચ્ચતર ધોરણે લઇ જાય, તેવી અાશા. અાપણી શીક્ષિકાઓ તથા લેખિકાઓને પણ અદ્યાપિ અા નકામી લમણાંઝીંકમાં પડવાનું યોગ્ય નથી લાગ્યું, તે તેમના સ્વભાવગત શાણપણનું દ્યોતક છે, પણ માતૃભાષા પિતાઓના હાથમાં સદંતર છોડી દેવાનાં પરિણામો પણ તેમણે ધ્યાનમાં લેવાં જોઇશે.
October 8, 2009 at 1:19 pm |
પ્રિય નિશીથભાઈ,
ઘણા વખતે તમારી સાથે વાર્તાલાપનો લાભ મળ્યો અને વાંક મારો જ છે. હું જરા શિથિલ થઈ ગયો છું. પહેલાં તો મારી જોડણીની ભૂલો દર્શાવવા આભાર. તમે જેવી ત્વરિત દૃષ્ટિથી ભૂલો પકડી શકો છો એ મારાથી થતું નથી. અદેખાઈ આવે છે. ક્ષતિઓ રહી જાય છે એ માટે હું દિલગીર છું. મારી જોડણીમાં ભૂલો થાય તેથી ’સાર્થ’માં માનનારા બધા જ ખોટા એમ તો તારવણી કાઢવા તો ન દઉં. હું તમારી નોંધ પર ટુકડે ટુકડે પ્રતિભાવ આપીશ:
૧ ’કોશની મહત્તા’ના વિભાગથી શરૂ કરું. હું સ્વીકારી લઉં છું કે પહેલી ભાષા અને પછી વ્યાકરણ અને કોશ. બોલાતી ભાષાની આંટીઘૂંટી, અનિયમિતતામાંથી જેટલું માળખું સ્પષ્ટ થઈ શકે, એટલી ભાષા સમજાવવી સહેલી થાય, અને તે માટે વ્યાકરણ ઊભું થયું. શબ્દોના અર્થ, ઉચ્ચાર, nuances, અલંકાર, માટે કોશ સર્જાયો. અને ભાષામાં સહજ ઊભો થયેલો અક્ષરોનો ક્રમ વાપરી શબ્દોને એ ક્રમ પ્રમાણે ગોઠવ્યા, જેથી શોધ સહેલી પડે. કોશ એ database જેવો છે. બીજી કોઈ રીતે સંકળાયેલી ન હોય તે માહિતીને આસાનીથી હલ કરવાનું અમોઘ સાધન કોશમાં મળ્યું. જોડણી (spelling), અર્થ, અલંકાર, ઉચ્ચાર, અને વ્યુત્પત્તિ માટે કોશ અનીવાર્ય છે. અંગ્રેજીમાં આજે ઉપલબ્ધ spellchecker હોવા છતાં ખોટી જોડણી આવે અને spellchecker બે ચાર પર્યાયો દેખાડે, ત્યારે કયો spelling સાચો છે તે શોધવા કોશ જોઈએ.
અગ્રેજીમાં જેમ King’s English’ કે Queen’s’ English છે, જે શબ્દોના અભ્યાસપૂર્ણ, વિનીત અર્થો અને ઉચ્ચારો આપે. આપણે ત્યાં ’બાપુનું ગુજરાતી’ નામ સૂઝે, પણ આપણા બાપુઓને સાંભળ્યા હોય તો એ નામ રાખવાનો ઓરતો ઊતરી જાય, કેમ કે એ બહુ ઊંચી કક્ષાનું ગુજરાતી નહોતું. ’નાગરોનું ગુજરાતી’ કહી શકાય. જવા દો અત્યારે એ નામની લત. ’સાર્થ કોશ’ રૂપે પહેલો પ્રમાણભુત અને official કોશ આપણને મળ્યો. અને પંડિતો (કે પણ્ડિતો) વીસ વર્ષ સૂઈ ગયા, અને એ ગાળામાં એક પણ સુધારા વધારા ન થયા. એ error of omission છે, error of commission નથીI. કોશ જેમનો તેમ રહેવા દીધો. નવા વિચારો આડે વાડો બાંધી દીધો . કબૂલ કરું છું કે નવું લોહી ઉમેરાયું હોત તો ક્રમશ: ફેરફારો થઈ શક્યા હોત.
મારા માટે સાર્થ એક starting point હતું. અંગ્રેજી શીખતો હતો ત્યારે મને ન સમજાય તે શબ્દો dictionaryમાં જોવાની સલાહ મળેલી અને હું એક પાનું વાંચતાં દસ દસ વખત dictionary જોતો હતો. ગમતું નહોતું પણ મને ફાયદો થયો છે, અને કોશ જોઈ લેવાની બીક કે છોછ રહી નથી. તમે “ભૂલવું, ભુલાવું, ભૂલવવું, ભુલાવવું, ભૂલનાર, ભૂલણ, ભુલભુલામણી”ની વાત કરી છે એ વિચાર કરાવે છે, પણ મારે તેનાં કારણોમાં ઊંડા ઉતરવું ન હોય તો હું કોશને સ્વીકારી શકું છું- આકરો લાગે તો પણ. સામાન્ય માણસનું શબ્દભંડોળ ૬૦૦૦ શબ્દોનું છે. અને એમાં જોડણીમાં શંકા પડે એવા ૩૦૦૦ શબ્દો હશે. એટલા શબ્દો મનમાં બેસે ત્યાં સુધી કોશ કરડશે, પણ એક શબ્દ બે-ચાર વાર આવી જાય એટલે ઝાઝા પ્રયત્ન વગર મનમાં બેસી જશે. પછી તો જેમ જરૂર પડે તેમ જોઈ લેવાનું આકરું નહીં પડે.
કમ્પ્યુટરમાં spellcheckers આવ્યા એ પહેલાં પણ અહીં નિશાળોમાં કોશ જોઈને લખવાની ટેવ પડાવતા હતા અને dictionaryની મદદથી એક પણ ભૂલ વગરનું લખાણ શક્ય હતું. એ જમાનામાં ’સાર્થ કોશ’ પણ આપણા લખાણોમાં એકસૂત્રતા લાવવા ઘણા અંશે સફળ થયો..
એક શબ્દના જુદાં જુદાં ઉચ્ચારણો કે જોડણીઓ થતાં હોય, તો એમાંથી સૌમ્ય, વિવેકી. શિક્ષિત લાગે તે ચૂંટીને કોશમાં અપાય તો લોકોને સુઘડ લખવાની એક દિશા મળે. સૌમ્ય, વિવેકી, શિક્ષિત કોને કહેવાય એ લોકોને પૂછવાની જરૂર નથી, કેમ લખવું જોઈએ તેમાં લોકોને માર્ગદર્શન જોઈએ છીએ. કોશ આ માટે જોઈએ.
ગુજરાતી સંસ્કૃતમાંથી આવ્યું છે. પિતા અને પીતા, શિલા અને શીલા, કુલ અને કૂલના ઉચ્ચ્ચારો જાળવી રાખવામાં
કશું ખોટું લાગતું નથી, અને છતાં સંસ્કૃતમાં ’સવિતા’ નર જાતી અને આપણે ત્યાં નારી જાતી. ’મિત્ર’ સસ્કૃતમાં નાન્યતર જાતી અને આપણે નરજાતિ, અને હવે ’આ મારી મિત્ર છે’ એમ પણ વપરાય છે. અંગ્રેજીમાં Oxford dictionary એક ઉચ્ચાર આપે, અને Webster બીજો. આપણે કયો અપનાવવો એ કોણ નક્કી કરે, અને કયા નિયમો વાપરીને, એ નક્કી કરનારાઓને જરા પહોળી જાળ નાખી ભેગાં કરવાં જોઈએ. સંપીને કામ કરી શકનારાઓને
પહેલી પસંદગી આપવી જોઈએ. બે વર્ષે નવો કોશ બહાર પાડવાનું ધ્યેય રાખવું જોઈએ
અને છેલ્લે, છેલ્લા કોશ પ્રમાણે, પ્રોત્સાહન કહો તો તે અને આદેશ કહો તો તે, બધાં છાપાંઓ, પુસ્તકોમાં ચકાસણીથી
અપનાવાય. વિદ્યાર્થીઓને, proofreaderને માટે કોશ અનિવાર્ય જ ગણાય. હરિફાઈઓ થાય અને ટીવી ઉપર એ મૂકાય.
મગજની એક બલિહારી છે કે બે આકૃતિઓ સો ટકા બંધબેસતી ન આવે તો પણ વત્તા-ઓછા અંશે મળતી અાવતી આકૃતિઓ આપણે ઓળખી શકીએ છીએ. વસ્તુઓ પારખવા સો ટકા matchની જરૂર હોત, તો આપણે કંઈ પણ પારખી જ ન શકત. ’ક’ પાંચ જણા પાંચ રીતે લખે તો પણ, આ ’ક’ છે એ સમજી શકીએ છીએ. લખેલા લખાણમાં ભલે ને ડાઘા હોય, કાણાં હોય, ચેકચાક હોય, તો પણ આપણે એનો તાગ લાવી શકીએ છીએ. ’શિલાબેન’ કહ્યું હોય તો પણ પત્થરની વાત નથી એ સમજાઈ જાય. એનો અર્થ એ નહીં કે ’શિલાબેન’ એ આધારભુત જોડણી છે.
એક તુક્કો આવ્યો. એમ તારવણી કાઢીએ કે સાર્થ પ્રમાણે ભૂલો સદંતર કાઢવી અઘરી છે, તો એમાં હું કબૂલ થઈશ પણ એક વિચાર આવે છે. મારા આગલા લખાણમાં તમે ૧૦ ભૂલો કાઢી છે (૩ અનુસ્વારની, ૩ હ્રસ્વ-દીર્ઘ ઇ-ઉની અને ૪ typo) કુલ ૭૬૫ શબ્દોમાં ૧૦ ભૂલ અટલે ૧.૩% લખાણમાં ૩૦ વખત ’હ્રસ્વ ’ઇ’ આવે છે અને ૫ વખત દીર્ઘ ’ઊ’ આવે છે. માની લઈએ કે એ પાંત્રીસે પાંત્રીસ શબ્દોમાં બધી જ જોડણી મેં ખોટી ખોટી કરી હોય તો ૭૬૫ શબ્દોમાં ૩૫ ભૂલો એટલે ૪.૬%. આ ઉપરથી હું તો માનું કે ’ઊંઝા’ પ્રમાણે જોડણી કરતાં મેં ’સાર્થ’ના અનુસરણથી ઓછી ભૂલો કરી. What does it mean? I am not sure!
October 8, 2009 at 2:18 pm
અા પ્રેમપત્રોની રસપ્રદ સરવાણી બંધ કરીને અાપણે અાગળ વધીશું? જોડણી જ જ્યારે ભંગાણનું કારણ બની જાય, જોડણીના નામે જ જ્યારે સામસામા જોડા ઊડે, ત્યારે ભાષા ડૂબે નહીં તો બીજું શું થાય? નિશીથભાઇ અને કિશોરભાઇની શક્તિઓનો અાપણે હજુ ઘણો ખપ છે, તો તે સાચવી રાખવા વિનંતી.
October 15, 2009 at 10:23 am
किशोरभाई,
शब्दकोश न होवो जोईए एवुं तो में कह्युं पण नथी – अने मानतो पण नथी. प्रश्न जोडणीनी व्यवस्थानो छे.
October 8, 2009 at 5:55 pm |
૨. શા માટે ’ઊઝા’?
મેં ’ઊંઝા’ પાછળનું એક કારણ સમજાવતાં પેલા ખિસ્સાકાતરુનો દાખલો આપ્યો હતો અને તમને એ બેહુદો કે અનુચિત, છીછરો લાગ્યો. મારો દાખલો એટલો છીછરો કેમ નથી એ સમજાવું.
’સાર્થ’માં કુલ ૬૮,૪૬૭ શબ્દો છે એનો અભ્યાસ કરી કોઈએ કાઢ્યું કે એમાં હ્રસ્વ ’ઇ’ વાળા ૬,૩૪૪ શબ્દ છે અને દીર્ઘ ’ઊ’ વાળા ૨૩૦૮ અને ”ઇ’, ’ઈ’, ’ઉ’, ’ઊ’ બધા હોય તેવા ૨૫૨૨ છે-કુલ ૧૧,૧૭૪. પરિણામે હ્રસ્વ ’ઇ’ અને દીર્ઘ ’ઊ’ વાપરવાનું જ ગેરકાયદે ઠરાવીએ તો ૧૬% ભૂલો ભૂલો મટી જાય. તો ખિસાકાતરુના દાખલા જેવું જ થયુંને? અજૂગતું શું છે? અને ભૂલો કાઢવી જ હતી તો ’શ’ અને ’ષ’ કેમ બાકાત રાખ્યા? ’જ’ અને ’ઝ’ ભલે લખાતા હોય જુદા, બન્નેના ઉચ્ચારો જુદા છે. એનો વિચાર કેમ ન કર્યો? ’રુ’, ’ઋ’ અને ’હૃ’ તરફ આડા કાન શાને કર્યા? કારણ કે ’ખૂન’ અને ’ઘરફોડ’ની જેમ સંખ્યા ઓછી હતી.
(નિશિથભાઈને:- નીચે તમને ટાંક્યા છે ત્યાં ભાવના સાઠમારીની નથી, પણ મનમાં ઊઠતા પ્રશ્નો અકળાવે છે, અને મનમાં સમાધાન થતું નથી, એટલે પ્રશ્નો ઊઠ્યા એવા મૂક્યા. તેમાં આક્રોશ કદાચ હશે, પરંતુ, સાઠમારી તો નથી, નથી અને નથી જ).
અંગ્રેજી કોશ પરથી પ્રેરણા મેળવવાની વાત મેં કરી ત્યારે એને અવગણતાં તમે કહ્યું કે ના, मुख्य कारण तो ए छे के इङ्ग्लिशमां जोडणी अङ्गे आपणा छे एवा कोई नियमो नथी. जोडणीमां उच्चारनुं यथातथ प्रतिबिम्ब पाडवुं आवश्यक न होवाथी अमुक ठरावेली जोडणीथी आंखो केळववी पडे छे. कोश जोया वगर केटला लोको शुद्धलेखन करी शकता होय छे, कोश केटला लोको पासे होय छे अने एनो उपयोग केटला लोको खरेखर करी शके छे एनुं श्रद्धेय सर्वेक्षण प्रस्तुत कर्या वगर
આમાં ’उच्चारनुं यथातथ प्रतिबिम्ब पाडवुं आवश्यक न होवाथी..’ એ કોણે શા માટે નક્કી કર્યું? કોશ જોયા વગર શુદ્ધ લેખન કેટલાંક કરી શકે છે, અને કોશ જોવામાં (કોશની ખામીઓને દૂર રાખી) શું કનડગત થાય છે? સૌને કોશ સહેલાઈથી ઉપલબ્ધ કરવાને બદલે ’ગરીબ દેશમાં સૌને કોશ ખરીદવો પરવડે નહી’ એવું કહી કોશનું અસ્તિત્વ કાઢ્યું, અને જોડણી માટે કોશ કેમ વાપરવો એ ભણાવવું બંધ કર્યું. શિક્ષકો પણ જોડણી શિખવવી અને શીખતાં ભૂલી ગયાં અને હવે કહીએ કે જોડણી અઘરી છે.
બીજું કહો છો કે इ-उनुं ह्रस्व-दीर्घत्व इङ्ग्लिश भाषामां अर्थभेदक छे माटे एमनी भाषामां इ-ई-उ-ऊ एम चारेय वर्णो छे. અને આપણાંમાં નહીં? થાકી જઈએ એટલા દાખલાઓ અને શ્લેષ પર નભતી રમૂજો અપરંપાર છે. વધુમાં ’આપણે લખીએ તેવું બોલીએ’ કહી કોશમાં ઉચ્ચારનિર્દેશ અને આખો કોશ જ કાઢી નાખ્યા.
વળી તમે લખો છો કે, झ अने ज़ स्वतन्त्र घटक तरीके स्वीकाराय तो बन्ने माटे भेदक अक्षरो लिपिमां फाळववा पडे – वळी सर्वसामन्यतया गुजराती जनता आ उच्चारभेद जाळवती होती नथी. અા કશું સમજાતું નથી. આ ’ઘટક’ શું છે? સ્વીકારનાર કોણ? ઉચ્ચારભેદ ન હોય તો જાળવે કોણ? અને કોણ કહે કે જાળવો?
તમે લખો છો फ अने फ़ ए भेद गुजराती भाषामां सर्वथा जळवातो नथी. केटलाक बधे वखते फ़ उच्चारे छे, केटलाक बधे वखते फ़ उच्चारे छे तो केटलाक कोई पण निश्चित नियम वगर बन्ने उच्चारे छे. આમાં ભૂલ કોની? શિક્ષણની કે નહીં? ’ફઈબા’માં દંતોષ્ટ્ય ’ફ’ હોય જ નહીં. બધા ગુજરાતી શબ્દો ઓષ્ટ્ય જ વાપરે. જેમ અગ્રેજી ભાષાના ઉચ્ચારોની અદબ જાળવવા ઍ અને ઑ ઘડ્યા, તેમ જ ’ફોટા’ના ’ફ’ માટે તકલીફ ન લીધી. મોટા ભાગના લોકોની કેળવણી ચાર ચોપડીની પણ ન હોય, ત્યાં લોકો પર જોડણીની જવાબદારી ન છોડી શકાય, ન તો એમનો અભિપ્રાય શિરોમાન્ય ગણાય. હું લોકશાહીમાં માનું છું તેથી આમ કહેતાં લાંછન અનુભવું છું.
તમે લખો છો કે, पण एकदम चुस्तपणे जोईए तो ऑक्सफॉर्ड कोशनी उच्चारटीप मुजब आपणो ओ-कार तो इङ्ग्लिशमां आमेय नथी. goat-goal जेवा शब्दोना लिप्यन्तरणमां आपणे ज्यां ओ-कार…વગેરે વગેરે. એ લખાણમાં તમે વળી જુદા ફૉન્ટ વાપર્યા છે જેથી કશું વંચાતું નથી.
આગળ કહો છો કે गुजराती साहित्य परिषदना बॅनर पर ज साहीत्य एवी जोडणी जुओ त्यारे शुं कहेवुं! હું તમારી સાથે સહમત છું પણ વાસ્તવિકતાની જ વાત કરો છો ત્યારે થાય કે કોઈ કારકૂને બૅનર બનાવ્યું હશે. જો આપણે જ આ વિષયમાં આટલા અટવાયેલા છીએ તો કારકૂન પાસે કેટલીક આશા રાખીએ? ગુજરાતી સાહિત્ય પરિષદે પોતાની imageનો ખ્યાલ રાખીને પણ આવાં બૅનર બનાવવાની, અને ઉર્વીશ કોઠારીએ ટાંકેલ ચાર લીટીનાં લખાણોની જવાબદારી કારકૂનો પર ન છોડવી જોઈએ. સાર્થમાં માનતા હોય અને એ વિશે ગર્વિત હોય તેવાને કામ સોંપવું રહ્યું.
એક બાજુ તમે હ્રસ્વ ઇ અને દીર્ઘ ઊ છોડી દેવાની વાત કરો છો, અને બીજી બાજુ ’કઙ્ઠ’, ’ચઞ્ચળ’ અને દેવનાગરી લિપીને વળગી રહો છો એ સમસ્યા રહે છે.
October 8, 2009 at 7:17 pm
અાંકડાશાસ્ત્રના ઉપયોગ બાબત એક ચેતવણી. તેનો ઉપયોગ ભાગ્યે જ યોગ્ય રીતે થાય છે. અનાયાસે જ મહત્ત્વની શરતો વિસરી જવાય છે. અજાણતાં જ તેનો ગેરઉપયોગ થાય છે. શબ્દકોશમાંના બધા શબ્દો એક સરખી વાર નથી વપરાતા. તેથી શબ્દોના પ્રમાણ અનુસાર ભૂલોની ગણતરી કરવાનો કંઇ અર્થ નથી. અલબત્ત, કિશોરભાઇના કહેવાનો ભાવાર્થ યથાર્થ જ છે.
નિશીથભાઇ, તમે હવે અાખરી પ્રત્યુત્તર અાપીને અા શાસ્ત્રાર્થની પૂર્ણાહૂતિ કરશો?
October 15, 2009 at 10:50 am
किशोरभाई,
इङ्गलिश भाषामां इ अने उनुं कालमान अर्थभेदक छे अने गुजराती भाषामां नथी ए वात उच्चरित भाषाना सन्दर्भे छे, अने आ विषयमां आधुनिक ध्वनिशास्त्रना बधा ज अभ्यासीओए निर्विवाद आ वात स्वीकारी छे. तमे जे कहो छो ते तो लेखनमां आपणे मान्य करेला भेद अनुसार छे. स-श-ष अथवा रु-रू-ऋ विषे पण वात छे, पण ते तो पाछळना तबक्के. “घटक” एटले ध्वनिघटक अथवा phoneme. Phoneme अने allophones ए रीतना बे पारिभाषिक शब्दो छे, जेने आधारे भाषानुं ध्वनितन्त्र आलेखाय छे. एनी छणावट तो अहीं कई रीते कराय? पण तमने रस हशे तो ए अलगथी तमने मेइल करीश (CC me also. -Moderator). ज-ज़ विषे तो में मात्र हाल प्रवर्तती परिस्थिति उल्लेखी छे – कोण शीखवे, के शीखववानी जरूर खरी के नहि, वगेरे विषयो छेड्या ज नथी. “कण्ठ-चञ्चळ” एम लखवुं कंई देवनागरी लिपिनी विशेषता नथी, કણ્ઠ-ચઞ્ચળ एम गुजरातीमां पण लखी ज शकाय छे. पण भरतभाईनी लातने (Noted. -Moderator) मान आपीने हुं ‘शास्त्रार्थ’ने समेटी ज लउं छुं. किशोरभाई, आपणे तो आमेय सम्पर्कमां छीए ज – चॅट अथवा इ-मेइल करता रहीशुं. (No replies, please! -Moderator).
October 11, 2009 at 12:50 pm |
ભરતભાઈ સાથેના અંગત સંદેશા બાદ એક નાનકડી રજુઆત .. પુનરાવર્તનના દોષ સાથે ..
October 11, 2009 at 6:03 pm |
કારણ મને ખબર નથી, પણ અમુક ટીપ્પણો અા બ્લૉગ ઉપર ગમે ત્યાં દેખાઇ જતાં હોય છે. મારાથી સંચાલક તરીકે પણ તે બાબતમાં કશું પણ થઇ શકે તેમ નથી. વાચકોને વિનંતી છે કે તેઓ કાળજીપૂર્વક નિર્ધારિત પોસ્ટ ઉપર “જવાબ (રીપ્લાય૦” ક્લિક કરીને જ અાગળ વધે. અામ કરવાથી કદાચ અા સમસ્યાનો નિવેડો અાવી શકે. સુરેશભાઇની ઇ-મેઇલ નીચે રજુ કરું છું:
પ્રીય ભરત ભાઈ
ઉંઝા વીરોધીઓની ગંદી હરકતો તમને સહન કરવી પડી નથી .. તે બદલ દીલથી અભીનંદન .
તમારી સજ્જનતાના અને મુક્ત મનના કારણે જ આ ચર્ચામાં જોડાયો છું . બાકી બહુ ગંદી તેમજ સુસીક્ષીત ગાળો ખાધી છે – ભાષાની સેવાના ધખારાના કારણે .
હું સાવ સામાન્ય માણસ – એક એન્જીનીયર / મેનેજર છું. પણ ત્રણ વર્ષના અનુભવે ઉંઝાના ફાયદા સમજાયા છે – સીવાય કે, લોકપ્રીયતાનો હ્રાસ – જેની મને પડી નથી. મારો આ એક સ્વાનુભવ વાંચજો. મજા આવશે –
http://gadyasoor.wordpress.com/2008/08/27/lipi/
…. ઉંઝાના પ્રખર સમર્થક અને કવી શ્રી, રાજેન્દ્ર શુકલના સસરા – ગુજરાત વીદ્યાપીઠના ગુજરાતીના પ્રોફેસર શ્રી . કનુભાઈ જાનીનો સ્વાનુભવ પણ વાંચવો ગમશે . આ એવા માણસ છે; જેમને અડધી રાતે ઉઠાડી અને એક ફકરો લખાવો તો પણ એક ભુલ શોધી ન શકાય.
http://gadyasoor.wordpress.com/2009/05/22/gujarati_non_gujarati/
………………………………….
2009/10/11 Bharat Shah. તમારી અા નોંધ હજુ બ્લૉગ ઉપર દેખાતી નથી. ફરીથી મૂકો તો સારું. ડબલ થશે તો હું તે કાઢી નાખીશ.
………………………………….
પ્રીય ભરતભાઈ.
આ માત્ર તમારી અંગત જાણ સારુજ લખેલું હતું. મારે એની પ્રસીધ્ધી કરી કાદવ ફરી ઉખેળવો નથી. કુથલી, નીંદા , વ્યક્તીત્વખંડન વી. માં જ રસ ધરાવંનારા, કહેવાતા સાહીત્ય રસીકો અને સાક્ષરો નેટ ઉપર અગણીત છે. મને, તમને, કે કિશોરભાઈને તેમાં સહેજ પણ રસ ન હોય તે સ્વાભાવીક છે. માત્ર લીપી વીષેના મારા અવલોકનની લીન્ક જરુર આપીશ. ભાષાના ઉદભવ વીશે એ આ સામાન્ય માણસનું પોતાનું ચીંતન છે, અને કદાચ તાર્કીક છે.
……………………………………
મારો પ્રત્યુત્તર:
અાપણે સૌ સામાન્ય માણસ જ છીએ. મારામાં તમારા વિશ્વાસ બદલ અાભાર. હું તેને લાયક રહેવા સદા ય પ્રયત્નશીલ રહીશ. અાપણી સાથે સામો માણસ કેવી રીતે વર્તે, તે મહદ્ અંશે તો અાપણા પોતાના વલણથી જ નક્કી થતું હોય છે. તમને ઉંઝાના વિરોધીઓનો પરિચય થયો છે, અને મને તેમના પણ વિરોધીઓનો. બંને પક્ષે સારી સારી વ્યક્તિઓ ભેગી થઇને કેવું દરિદ્ર ચિત્ર ઊભું કરે છે, તે એક વિધિની વિચિત્રતા છે. અાપણે એ બધા “વાળા”ઓને અાઘા રહેવા દઇને, માત્ર અા કે તે જોડણીની જ વાત કરીએ તો ઠીક પડશે. વ્યક્તિઓને બાકાત રાખી, માત્ર મુદ્દાની જ વાત કરીએ.
અત્યાર સુધી હું અહીં અરાજક જોડણી જ વાપરતો અાવ્યો છું. એ તો પહેલેથી જ સ્પષ્ટ જ હતું કે, ઉંઝા અને સાર્થ, બંને તેનાથી વધારે સારી છે. મેં એ પણ કબૂલ્યું હતું કે “મને સાર્થ અાવડતી નથી, અને ખોટી જોડણી ગમતી નથી”. તો પછી ઉંઝાનું શું? તે વિષે તમે, સુરેશભાઇ, દયાશંકરભાઇ, નિશીથભાઇ, વગેરેએ મને અાવશ્યક માહિતી પૂરી પાડી, તે બદલ હું તમારો અાભારી છું. સાચું કહું, તો મને ઉંઝાને અપનાવવામાં તેના કેટલાક પુરસ્કર્તાઓના પ્રખર વ્યક્તિત્વના લીધે પણ ખંચકાટ રહેતો હતો, અને તેને ટાળવાના પ્રયત્નમાં હું હતો. ના, મારા હૃદય પરિવર્તનની અા પ્રસ્તાવના નથી, પણ હું અરાજક જોડણીને તિલાંજલી અાપવા પ્રવૃત્ત થાઉં છું.
October 11, 2009 at 6:20 pm
(લંબાણના કારણે ભાગ પાડું છું).
સાચા હૃદયપૂર્વક ઉંઝા પદ્ધતિને એકમેવ રીત તરીકે સ્વીકારવાનું મારા માટે શક્ય નથી. બીજી બાજુ, મારા અંગત ઉપયોગ માટે તે શા માટે ન વાપરવી, તેનો કોઇ જવાબ પણ મારી પાસે નથી. સાર્થ જોડણી, હું તેને જેમ જેમ શોધું છું, તે તેમ તે દૂર સરતી જાય છે (“જેને શોધું તે દૂર સરી જાય રે, સૂરજ ધીમા તપો” -ઝ. મેઘાણી). ઉઝાની સાધના સહેલી છે, તેમાં લગભગ તો “સાધના” જેવું કંઇ છે જ નહીં. ઉંઝા અપનાવવામાં મને એ જ નડતર છે, કે જે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારવામાં હતું – તેના સિવાય બીજા બધા પ્રત્યેની વફાદારીનો ત્યાગ. એના લીધે તો મેં વર્ષો સુધી એ નિર્ણયને અાઘો ઠેલ્યા કર્યો હતો.
ઉંઝા અને સાર્થ વચ્ચે જાણે કે ડાંગે માર્યાં વેર છે, જેનું કારણ મને નથી દેખાતું, કે નથી સમજાતું. મારે એમાં કોઇની મદદની જરૂર પણ નથી. જરૂર છે, એ વૈમનસ્ય દૂર કરવાની. એક વાત સમજી લઇએ. સાર્થ જોડણીકોશ ઉંઝા જોડણી શી રીતે સ્વીકારી શકે, જ્યાં ઉંઝા માત્ર જોડણીના એક નાના ભાગને જ લાગુ પડે છે? તે બાબતમાં સાર્થ ઉપર દબાણ કરવાનો કંઇ અર્થ જ નથી. દારૂબંધીના પ્રશ્ને અાગ્રહ રાખવા બદલ શ્રી. મોરારજીભાઇ “જડ” કહેવાતા હતા, તેના જવાબમાં તે સામો પ્રશ્ન પૂછતા, ‘ગુજરાતમાંથી દારૂબંધી કાઢી પણ નાખી. હવે મારે જડ ન કહેવરાવવા માટે બીજું શૂં કરવું? દારૂ પીવા માંડવું”? ભલે ને સાર્થ જે કરતો અાવ્યો છે તે કરવાનું ચાલુ રાખે. તેથી ઉંઝાને શું ફેર પડી જવાનો છે? વળી ઉંઝા જો સાર્થને કંઇ કરવાની ફરજ ન પાડે, તો સાર્થને ઉંઝાનો વિરોધ કરવાનો કોઇ રસ્તો જ બાકી નથી રહેતો. ઉંઝાએ કોઇ નવો કોશ બહાર પાડવાની તો જરૂર જ નથી, કારણ કે ઉંઝા તો જોડણીનો પ્રશ્ન જ સદંતર ઊડાવી દે છે.
સાર્થ પ્રત્યેના જરા પણ વિરોધ વિના, અને ઉંઝા પ્રત્યેના ખાસ કોઇ પ્રેમ વિના, માત્ર મારી નબળાઇની સભાનતા સાથે હું રોજબરોજના વપરાશમાં ઉંઝા પદ્ધતિ વાપરવાની શરુઅાત કરું છું. પ્રકાશનોમાં અને સંસ્કૃત અવતરણોમાં સાર્થ વાપરવાનું ચાલુ રાખીશ. તદુપરાંત, જેમાં જોડણી બદલાતાં અર્થ પણ બદલાઇ જાય તેવા શબ્દો, દા.ત., દિન-દીન, વધુ-વધૂ, સુર-સૂર, ઇત્યાદિ માટે પણ સાર્થ જોડણી ન વાપરવાનું કોઇ કારણ નથી. ફરીથી, અા કોઇ ભીષ્મપ્રતીજ્ઞા નથી. લખતી વખતે દર ત્રીજા (ત્રિજા?) અક્ષરે મારી કલમ એક થડકો ખાઇને અટકી જાય, તે મારી સર્જનશક્તિને અવરોધક છે. મારા મનમાં “ભૂલ” શબ્દ અાવો દેખાય છે: “ભુૂલ”. પ્રત્યેક ક્ષણે જાણે કે કોઇ ભયંકર પાપ કરવા તૈયાર થતો હોઉં તેવી ભાવના થાય છે. अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम्? (અરેરે! કેવું ઘોર પાપ કરવા અાપણે પ્રવૃત્ત થઇ રહ્યા છીએ? -ભગવદ્ગીતા). सर्वनाशे समुत्पन्ने अर्धं त्यजति पंडितः । “બધું જ જવા બેઠું હોય, ત્યારે ડાહ્યો માણસ અર્ધું જતું કરે છે”, એ ન્યાયે, ઊંઝામાંનો “ઊ” નાનો કરીને, અાપણે ઉંઝા પદ્ધતીને એક તક અાપીએ. જય હીંદ !
October 18, 2009 at 7:28 pm |
Dear Bharatkumar,
Your October 8 email asked to share views on topics related to Gujarati language and its current condition. Since I am writing something else right now and would prefer to minimize any digression, here are just a couple of thoughts with only a few details.
These thoughts are nothing new. My severe ‘soog’ for ‘jodani’ alteration is quite known— they think they are fitting the pants to the generation that finds it hard to fit into it, but the non-wearers and the pallbearers of the language will merrily go their wayward way anyway— the river of time is sweeping them—why, then, make such structural changes to our language, wound its vernacular physique it inherited from Sanskrit, lose its long-and-short lilting gait that has so many implications in poetry as well as prose! Make change or no change, the generation will march on; those who are not bothered are also unbothered by any accommodations made; those who care, will go deeper into the language than just basic working know-how. When you read and write and go deeper and visit and re-visit, you will begin to know the language and get a feel for it. You do not have to remember the spellings then, they will remember you!
I believe a language changes by the force of its own flow— someone or somebody does not change it. But the changes are not basic structural changes (if they are, it’s the rebirth of a new language). Rather, a language expands to fill up the gap with currency.
Spelling reform? Is English an easy language to spell? People reform, educational reform– perhaps.
And what do we see in printed Gujarati? It is depressing to see the oppressing regularity with which countless folks responsible for magazines and printed matter are exhibiting a plethora of errors and misprints.
By right, they should be hung
For the cold-blooded murder of Gurjari tongue!
Yours,
Viraf
November 1, 2009 at 8:37 pm |
લાગે છે કે આ સાર્થ ઝોડણીની ચર્ચામાં હજી ઝોર નથી આવ્યું. ગુજરાતમાં કચ્છ, મહેષાણા, ષૌરાષ્ટ્ર, ષુરત અને વલસાડના લોકો જે ભાશા બોલે છે એ આમ તો ગુઝરાતી છે પણ લખીયે ત્યારે ખબર પડે કેટલી અલગ છે. શરુઆત ગુજરાત, ગુઝરાત, ગૂજરાત, ગૂઝરાતથી થાય.
અંગ્રેઝીમાં ષબ્દોને અક્ષરો પ્રમાણે ષોર્ટીંગ કરવાની ઝે વ્યવસ્થા છે એનાથી ડીક્ષ્નરીમાં શબ્દ ક્યાં હશે તે ખબર પડી જાય છે.ષાર્થ ઝોડણીમાં એવા ઘણા ષબ્દો છે જેનો લગભગ ઉચ્ચાર ખબર હોવા છતાં ઝોડણીના કારણે મળતા નથી અને ગોતાગોત કરવી પડે છે. જે એક ઝાતની ષજા કહેવાય. પણ જો ઈ, ઉ એક હોય તો એટલી ષઝા આખા ઝનમારાની ઝનમટીપને બદલે ૧૪ વર્ષની થાય.
November 2, 2009 at 1:39 pm |
ભાઇશ્રી. વોરા,
તમારી નોંધ ગુજરાતીની જોડણીના બીજા એક પાસા તરફ ધ્યાન દોરે છે. તે છે હ્રસ્વ અને દીર્ઘ ઇ/ઉ ઉપરાંતના પ્રશ્નો. અનુસ્વારની ચર્ચા માટે તો તેનો અાગવો વિભાગ અસ્તિત્તવમાં છે જ. અાજે એક નવો િવભાગ શરૂ કર્યો છે: હવે અાપણે ષેના ઉપર જગડીષું?